ટાટાના કર્મચારીઓને 150 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મળશે કંપનીમાં ભાગીદારી.

0
283
tata-motors-employees-to-get-stock-option-for-the-first-time-150-years-of-history
tata-motors-employees-to-get-stock-option-for-the-first-time-150-years-of-history

ટાટા મોટર્સના 150 વર્ષના ઈતિહાસમાં પહેલવાર કર્મચારીઓને બલ્લે બલ્લે થવા જઈ રહી છે. કંપની પોતાના 200 ટોપ લેવલના કર્મચારીઓને ભાગીદારી આપવા જઈ રહી છે.

ઓટો સેક્ટરમાં પહેલી કંપની
આ પગલાથી ટાટા મોટર્સ ઓટો સેક્ટરમાં દેશની પહેલી એવી કંપની બની ગઈ છે જે કર્મચારીઓને શેરમાં ભાગીદારી આપશે. આ માટે કંપનીએ ત્રણ બેન્ચમાર્ચ સ્થાપિત કર્યા છે જેના આધાર પર સ્ટોક ઓપ્શન આપવામાં આવશે. પહેલુ- માર્કેટના શેરમાં ભાગીદારી, બીજુ- ebit ના માર્જિનમા વધારો અને ત્રીજુ કૈશફ્લો.

બીજા ક્વાર્ટરથી મળશે લાભ

પસંદ કરેલા કર્મચારીઓને આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરથી લાભ મળશે. આ પ્રસ્તાવને કંપનીના એજીએમમાં કંપનીના શેરધારકો પાસેથી પાસ કરાવવા માટે રાખવામાં આવશે.

કંપની આ વર્ષે માર્કેટમાં 6 ઈલેક્ટ્રોનિક વ્હીકલ પણ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની દેશ ભરમાં ઘણા શહેરોમાં અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર તેના માટે ચાર્જિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરશે. ત્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં પણ કંપની નવા નવા મોડલો લઈને આવતી રહેશે.

આ વર્ષના શરૂઆતમાં કંપનીએ રેન્જ રોવર ફેમિલી ની ચોથી એસયુવી કાર RANGE ROVER VELAR લોનચ કરી હતી. તેની શરૂઆતી કિંમત 78.83 લાખ રૂપિયા (એક્સ શો રૂમ- દિલ્હી) રાખવામાં આવી હતી. કારમાં એન્જીનના ત્રણ વિકલ્પ-2- લીટર પેટ્રોલ, 2-લીટર ડીઝલ અને 3-લીટર ડીઝલ આપવામાં આવી છે. આ ત્રણએ એન્જીન ક્રમશઃ 247 બીએચપી, 177 બીએચપી અને 296 બીએચપી ની પાવર જનરેટ કરે છે. ત્રણેય એન્જીન S, SE અને HSE વેરિયંટમાં ઉપલબ્ધ છે.

આ છે કારના ફીચરો
કારમાં બે ટચસ્ક્રીન આપવામાં આવી છે. તેમાંથી એક ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે હશે અને બીજી ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફંક્શન માટે હશે. કારમાં સ્ટાંડર્ડ લેધર ઈન્ટિરિયર અને માઈક્રોફાઈબર ઈન્ટિરિયર પેકેજ નું વિકલ્પ આપ્યુ હશે. આ કારનો સીધો મુકાબલો ઓડી Q7, BMW X5, મર્સિડીઝ બેંઝ GLE અને વોલ્વો XC90 સાથે હશે.

એન્જીન- 2 લીટર ઈંજેનિયમ વી 6 પેટ્રોલ અને 3-લીટર વી 6 ડીઝલ એન્જીન
પાવર-296 BHP (મહત્તમ)
ટોર્ક-700NM (મહત્તમ)
કિંમત-78.83 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)/