ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ-અટેકથી નિધન, થોડા દિવસ પહેલાં જ રોહિત કોરોનાથી સંક્રમિત થયા હતા

0
37
1

ટેલિવિઝન પત્રકારત્વની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટેલિવિઝનક્ષેત્રના મોટા પત્રકાર રોહિત સરદાના હવે આ દુનિયામાં નથી રહ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે (30 એપ્રિલ) સવારે હાર્ટ-અટેકને કારણે તેમનું નિધન થયું હતું. રોહિત સરદાનાના નિધન પર વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર પર લખ્યું છે કે ખૂબ જ દુઃખદ સમાચાર છે. જાણીતા ટીવી ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન થયું છે.આજે સવારે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રત્યે હું ભારે શોકની લાગણી વ્યક્ત કરું છું. થોડા દિવસો પહેલાં રોહિતને કોરોનાવાયરસનું સંક્રમણ લાગ્યું હતું, પરંતુ બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રોહિત સરદાનાના નિધન પર પત્રકારત્વજગત સાથે સંકળાયેલા ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે રોહિત સરદાનાએ દેશની મોટી મીડિયા સંસ્થાઓમાં કામ કર્યું હતું અને પોતાની અલગ ઓળખ બનાવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોહિત સરદાનાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું છે, “વરિષ્ઠ પત્રકાર શ્રી રોહિત સરદાનાજીનું નિધન એ ખૂબ જ દુઃખદ છે. તેઓ પત્રકારત્વના અપ્રતિમ હસ્તાક્ષર હતા. ભગવાન રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માને શાંતિ અને શોકમગ્ન પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.” રોહિત સરદાના પોતાના સવાલો અને બોલવાની રીતથી લોકોનાં દિલમાં વસતા હતા. તેમની સાથે કામ કરતા લોકો કહે છે કે રોહિત સરદાનાની હિન્દી ભાષા પર ખૂબ જ સારી પકકડ હતી. જણાવીએ કે વર્ષ 2018માં રોહિત સરદાનાને ગણેશ વિદ્યાર્થી અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.રોહિત સરદાના પોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા હતા ભલે રોહિત સરદાનાએ આ દુનિયાને અલવિદા કહ્યું, પણ એક દિવસ પહેલાં સુધી તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા અને લોકોને મદદ કરી રહ્યા હતા. રેમડેસિવિર ઇન્જેક્શન હોય કે બેડ, રોહિત સરદાના પોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા હતા. ત્યાં સુધી કે પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં (29 એપ્રિલ) રોહિત સરદાનાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા એક મહિલાને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. જ્યારે આ પહેલાં તેમણે 28 એપ્રિલે, પ્લાઝ્મા ડોનેટ કરવાની પણ અપીલ કરી હતી.સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ
રોહિત સરદાના સાથે કામ કરતા પત્રકારોનું કહેવું છે કે તેઓ એક જુનૂની પત્રકાર હતા અને ચર્ચાને પણ એન્જોય કરતા હતા. રોહિત સરદાનાના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.