ટેલિવિઝનની બહેના અને બહૂ ક્રિસ્ટલ ડિસુઝાનો વેબ-સિરીઝમાં ગ્લૅમરસ અવતાર

0
11

‘એક હઝારોં મેં મેરી બહેના હૈ’માં મોટી બહેન જીવિકા ચૌધરીના પાત્ર દ્વારા ઘર-ઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝા હવે એકદમ નવા અવતારમાં ડિજિટલ-વર્લ્ડમાં ડેબ્યુ કરી રહી છે.

૧૮ ઑક્ટોબરે ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર એકસાથે રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘ફિતરત’માં ક્રિસ્ટલ ડિસુઝા તારિની બિસ્ત નામની યુવતીના બિન્દાસ્ત અને બોલ્ડ પાત્રમાં દેખાશે. ક્રિસ્ટલ સાથે રોમૅન્સ કરશે આદિત્ય સીલ (જેનું સિરીઝમાં નામ વીર શેરગિલ છે), જે થોડા સમય પહેલાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં દેખાયો હતો.

સિરીઝનું ત્રીજું અને મહત્ત્વનું પાત્ર અમ્રિતા સરીનનું છે જે અનુષ્કા રંજન ભજવી રહી છે. તારિનીનું નાનપણથી જ પૈસાદાર બનવાનું સપનું છે અને એ માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. તેને માટે પૈસો જ બધું છે.

તારિની માલેતુજાર વીર શેરગ‌િલના પ્રેમમાં પડે છે ત્યારે તેની લાઇફ બદલાઈ જાય છે, પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેને ખબર પડે છે કે વીર તેની બેસ્ટ ફ્રેન્ડ અમ્રિતા સાથે સગાઈ કરી ચૂક્યો છે.


ક્રિસ્ટલ ડિસુઝા ‘ક્યા દિલ મેં હૈ’, ‘ભ્રહ્મરાક્ષસ’, ‘બેલનવાલી બહૂ’ સહિતની સિરિયલોમાં સરળ-સંસ્કારી પાત્રોમાં દેખાઈ ચૂકી છે. જોવાનું એ રહે છે કે ડિજિટલ વર્લ્ડનો આ તેનો પહેલો બોલ્ડ અંદાજ દર્શકોને ગમે છે કે નહીં.