ટોમ ક્રુઝની ટોપ ગન ફિલ્મની સિક્વલના ટ્રેલરને લઇને ચર્ચા

0
2

લોસએન્જલસ,તા. ૨૨
સેન ડિયાગોના કોમિક કોનમાં ટોમ ક્રુઝે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે તેની આવનાર ફિલ્મ ટોપ ગન મૈવરિક માટે ટ્‌ેલર જારી કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મ વર્ષ ૧૯૮૬માં રજૂ કરવામાં આવેલી ટોમ ક્રુઝની ટોપ ગનની રીમેક છે. જેમાં ટોપ ક્રુઝે અમેરિકી નેવીના ફાયટર પાયલોટની ભૂમિકા અદા કરી હતી. ટોમ ક્રુઝની મુવીના આ ટ્રેલરને જાઇને આઠ હજાર ચાહકોના ઓડિટોરિયમમાં હાઉસફુલની Âસ્થતી રહી હતી. ટોમ ક્રુઝે કહ્યુ હતુ કે ટ્રેલરમાં દર્શાવવમાં આવેલી પૂર્ણ ફ્લાઇંગ રિયલ છે. આ ફિલ્મ એવિએશન માટે એક લવ લેટર સમાન છે. આ ફિલ્મને લઇને તમામ લોકો ઉત્સાહિત છે. આ ફિલ્મને બનાવવા માટે અમેરિકી નેવીની સાથે ખુબ નજીકના સંબંધ રાખવામાં આવ્યા છે. હાલમાં આ ફિલ્મ પોતાના પ્રોડક્શન દોરમાં છે. ટોપ ગન મૈવરિકમાં જાન હેમ, અને મિલેસ ટેલરની યાદગાર ભૂમિકા છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ આગામી વર્ષે જુનમાં રજૂ કરવામાં આવનાર છે. ટોમ ક્રુઝે ફિલ્મમાં યોગ્ય રીતે ભૂમિકા અદા કરી છે. ટોપ ગનના સિક્વલ માટેના ટ્રેલરને લઇને ચાહકો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. ટોમ ક્રુઝનો જાદુ હજુ પણ અકબંધ છે. તેના ચાહકોની સંખ્યા પણ ખુબ મોટી છે.
ફાઇટર પાયલોટ તરીકે ટોમ ક્રુઝે જારદાર ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં દિલધડક એક્શન સીન રાખવામાં આવનાર છે. ફિલ્મના સંબંધમાં હાલમનાં વધારે વિગત જાહેર કરવામાં આવી રહી નથી. યોજનાપૂર્વક તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી રહી છે. ટોમ ક્રુઝ ફિલ્મને લઇને ભારે મહેનત કરી રહ્યો છે. તેની ફિલ્મ રજૂ થયા બાદ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરે તેવી શક્યતા પણ પ્રબળ રહેલી છે.