ટ્રકે બાઈકને અડફેટે લીધું, સુરતના વેપારીનો આખો પરિવાર સાફ થઈ ગયો

0
419
south-gujarat/three-of-family-mowed-down-by-truckin-sarthana
south-gujarat/three-of-family-mowed-down-by-truckin-sarthana

શહેરમાં બનેલી એક અત્યંત ચોંકાવનારી દુર્ઘટનામાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ટ્રકની અડફટે મોત થયા છે. આ ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે, જ્યાં બુધવારે બપોરે રેતી ભરેલા એક ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું, અને બાઈક પર સવાર એક મહિલા, પુરુષ તેમજ છ વર્ષના બાળકના કમકમાટીભર્યા મોત થયા હતાપ્રાપ્ત વિગતો અનુસાર, લાલજીભાઈ રાદડિયા પોતાના ભત્રીજાની વહુ હેતલ અને તેના છ વર્ષના દીકરા મંત્રને બાઈક પર બેસાડીને જઈ રહ્યા હતા, ત્યારે બેફામ દોડતા એક ટ્રકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મંત્ર અને લાલજીભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે હેતલે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.આ અંગે લાલજીભાઈના ભત્રીજા વિનય રાદડિયાએ રસથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટેક્સટાઈલના બિઝનેસ સાથે સંકળાયેલા વિનયે પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્ની હેતલ અને દીકરો મંત્ર તેના કાકા લાલજીભાઈ સાથે સ્કૂલ એડમિશનની ઈન્કવાયરી કરવા જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો