ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતાં મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી

0
8

સુરતનો એક વ‌િડિયો સામે આવ્યો છે જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે.

આ ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક-પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લૅક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક-પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું, જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નૌટંકી શરૂ કરી હતી એટલું જ નહીં, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસને ગાળો પણ આપી હતી.

આ દંડ ભરવાથી બચવા માટે મહિલાએ રોડ પર ભારે નૌટંકી કરી હતી. તેમ જ પોતે પીડિત છે એવું બતાવવા માગતી હતી. પહેલાં તો પોલીસ કર્મચારી સાથે બબાલ અને મારામારી કર્યા બાદ મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.