ડિરેક્ટર બનશે પ્રિયંકા ચોપડા જોનસ

0
23

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે એક દિવસ ડિરેક્ટર બનશે.

‘ધ હીરો : લવ સ્ટોરી ઑફ અ સ્પાય’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનારી પ્રિયંકા આજે ગ્લોબલ આઇકન બની ગઈ છે.

ઍક્ટ્રેસમાથી તે હવે પ્રોડ્યુસર પણ બની ગઈ છે. ડિરેક્શન વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘આ એવી વસ્તુ છે જેનાથી હું નર્વસ થઈ જાઉં છું કારણ કે એ માટે ઘણી જવાબદારીની જરૂર પડે છે.

જોકે હું ઍક્ટિંગમાંથી ધીમે-ધીમે પ્રોડક્શન-હાઉસ તરફ વળી હતી અને આશા રાખું છું કે એક દિવસ હું ફિલ્મને ડિરેક્ટ કરીશ.’