તને ગોળી મારી દઈશ’ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને મળી ધમકી

0
135
hmedabad-news/politics/dalit-activist-jignesh-mevani-receiving-threats
hmedabad-news/politics/dalit-activist-jignesh-mevani-receiving-threats

ગુજરાતનાં વડગામ વિધાનસભાથી અપક્ષનાં ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડોન રવિ પુજારીનાં નામે આ ધમકી મળી હોવાનું સામે આવી રહ્યું છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ રણવીર મિશ્રા તરીકે આપી છેઆ ઘટના બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 9724379940 મારો નંબર છે અને અત્યારે મારો સાથી કૌશિક પરમાર મારો નંબર વાપરે છે. આ નંબર પર 7255932433 નંબર પરથી ફોન આવ્યો અને જિગ્નેશને શૂટ કરવાની વાત કરી. ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ રણવીર મિશ્રા છે તેમ જણાવ્યું હતું.દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે પુણેમાં બદનક્ષી તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મેવાણી સામે આરોપ છે કે, તેમણે થોડા દિવસ પહેલા એક ટ્વીટ કરી હતી, જેમાં એક મહિલાની ફોટોશોપ કરેલી તસવીર મૂકવામાં આવી હતી.