તાપસી પન્નુ મુજબ અનુભવ સિંહા સાથે કામ કરવું શ્રાપ છે

0
17

તાપસી પન્નુનું માનવું છે કે અનુભવ સિંહા સાથે કામ કરવું એક અભિશાપ સમાન છે. તાપસીએ હાલમાં જ અનુભવ સિંહાની ‘થપ્પડ’નું શૂટિંગ પૂરું કર્યું છે.

તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું. અનુભવ સિંહાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘થપ્પડ’નું ફાઇનલ પૅક-અપ થઈ ગયું છે.

૩૧ દિવસ તોફાનથી પણ તેજમાં પસાર થઈ ગયા, પરંતુ એની અસર તો રહેવાની છે.

હું ખુશનસીબ છું કે મને આવા ડિરેક્ટર સાથે કામ કરવાની તક મળી છે (ખરું કહું તો હું બમણી લકી છું).

જોકે ક્યારેક-ક્યારેક મને એમ લાગે છે કે તેમની સાથે કામ કરવું એક શ્રાપ જેવું છે. સહજતાનો શ્રાપ, બધું જ સરળ બનાવી દેવાનો શ્રાપ, અઘરાં ઇમોશન્સને પણ સહેલાં કરવાનો શ્રાપ, શીખવા માટે ઘણુંબધું અને અપાર ખુશી.

માત્ર એક જ વસ્તુ હતી જે ઓછી હતી અને એ છે દિવસો. જ્યાં સુધી આપણે ફરી એક વાર નહીં મળીએ ત્યાં સુધી તો અહીંથી આગળ વધવું મારા માટે અઘરું છે.

અનુભવ સિંહા, હું એક ઍક્ટર તરીકે નહીં, પરંતુ એક ડાયટિશ્યન તરીકે તમારી પાછળ -પાછળ આવીશ.’