તારક મહેતામાં પાછા આવી રહ્યા છે ‘દયાબેન’..આ દિવસે કરી શકે એન્ટ્રી

0
307

દયાબેન એટલે કે દિશા વાકાણીના ચાહકો માટે ખુશખબરી છે. શોના મેકર્સે દયા બેનને ફાઈનલ કરી લીઘા છે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે દયાબેનના કિરદારમાં કોઈ બીજું નહીં પણ દિશા વાકાણી જ છે.

સ્પોટબૉયમાં છપાયેલી ખબર અનુસાર દિશા નવરાત્રિ દરમિયાન સીરિયલમાં પાછા આવી શકે છે.

અહેવાલો પ્રમાણે, દિશા સીરિયલના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીની શરતો પર કામ કરવા માટે માની ગયા છે. મેકર્સે દિશા સાથે ફરીથી કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યો છે. ખુદ દિશાએ પણ આ વાત માની લીધી છે કે તે સીરિયલમાં પાછી આવવાની છે.

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી દયાના કિરદાર માટે નવા-નવા સામે આવી રહ્યા છે. વચ્ચે વિભૂતી શર્માની પસંદગી કરવામાં આવી હોવાના પણ અહેવાલ હતા. પરંતુ અત્યાર સુધીમાં શો માં દયાના કિરદારમાં કોઈ આવ્યું છે. અને હવે દયા ના રૂપમાં દિશાને જોવા માટે ચાહકો આતુર છે.

શું હતો મામલો?
દિશા વાકાણીએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. જે પહેલા તે મેટરનિટી લીવ પર જતી રહી હતી. જે બાદ તે શોમાં પાછા આવવા માટે કોન્ટ્રાક્ટમાં કેટલી શરતો ઉમેરવા માંગતી હતી. જો કે તેની માંગ સ્વીકારવા માટે આસિત મોદી તૈયાર નહોતા થયા. શો માં દિશા વાકાણીની વાપસીને લઈને એક ઈંટરવ્યૂમાં દિલીપ જોશીએ કહ્યું કે મને નહીં ખબર, પણ કાંઈ પણ થઈ શકે છે. દિશા, દયાબેનના કિરદાર માટે વાપસી કરી શકે છે. હું આશા રાખું છું તેઓ પાછા આવશે. તેમણે કહ્યું કે નવી દયા સાથે કામ કરવા પણ તેઓ તૈયાર છે..અને લાગે છે કે હવે જલ્દી ચાહકો દિશાને જોઈ શકશે.