તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૪૧૮ પોઇન્ટ ગગડીને આખરે બંધ રહ્યો

0
15

ઇન્ટ્રા ડે વેળા સેંસેક્સમાં ૬૭૫ પોઇન્ટથી વધુનો ઘટાડો થયા બાદથી આંશિક રિકવરી બાદ અંતે ૪૧૮ પોઇન્ટ ઉપર બંધ : નિફ્ટી ૧૩૫ પોઇન્ટનું ગાબડુ

મુંબઈ, તા. ૫
શેરબજારમાં આજે જારદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને વધતી જતી અનિશ્ચિતતા અને સાથે સાથે જમ્મુ કાશ્મીર રાજ્યમાં તંગદિલીના કારણે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. દલાલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૬૭૫ પોઇન્ટ ઘટી ગયો હતો. નિફ્ટીમાં પણ ભારે ઘટાડો થયો હતો. આર્થિક પ્રવૃત્તિ નભળી થઇ ગઇ છે. ઉથલપાથલ વચ્ચે પાંચ મહિનાની નીચી સપાટી કારોબારમાં જાવા મળી હતી. આજે કારોબારના અંતેસેંસેક્સમાં ૪૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૬૭૦૦ રહી હતી. જાહેર ક્ષેત્રની બેંકો અને મેટલના કાઉન્ટરો ઉપર તીવ્ર વેચવાલી રહી હતી. યશ બેંક, તાતા મોટર્સ, પાવર ગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ભારે વેચવાલી જાવા મળી હતી જ્યારે ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને બજાજ ઓટોના શેરમાં ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ૫૦માં પણ ૧૩૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૮૬૩ રહી હતી. ઉથલપાથલ સાથે ઇન્ડેક્સ ઉછળ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારે આજે ભારતીય બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી હતી. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા મળેલો હતો. મોદી સરકારે આ ઐતિહાસિક નિર્ણય આજે કર્યો હતો. જમ્મુ કાશ્મીર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થઇ જશે જેમાં લડાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૭૦ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૩૩૭૬ રહી હતી. બીએસઈ સ્મોલકેપમાં ૨૧૨ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૨૨૮૫ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જારદાર ઉથલપાથલ રહી હતી અને તેમાં ઘટાડો થયો હતો. નિફ્ટી ઓટો, મેટલ, પીએસયુ બેંક, રિયાલીટી પ્રાઇવેટ બેંક અને ફાઈનાÂન્સયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૧.૪થી બે ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો.
નિફટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૬૩ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. એશિયન શેરબજારમાં ૧૦ મહિનાનો સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. કંપનીઓના પરિણામ ઉપર પણ તમામની નજર રહેશે. શિપ્લા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, તાતા સ્ટીલના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવશે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૮મી ઓગસ્ટના દિવસે આંકડા જારી કરવામાં આવશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે. આરબીઆઈ નીતિ સમીક્ષાની બેઠક સાતમી ઓગસ્ટના દિવસે થશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત ત્રણ વખત જૂન મહિનામાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના માત્ર બે કારોબારી સેશનમાં જ ૨૮૮૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પહેલા એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં અકબંધ રહ્યા છે. સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક પરિબળો આના માટે જવાબદાર રહ્યા છે.