તેલંગણામાં લોકોએ સોનુ સૂદનું મંદિર બનાવ્યું

0
10
અભિનેતાની આ જ દરિયાદિલી અને મદદને વધાવવા માટે તેલંગણાના એક ગામમાં અનોખી પહેલ કરવામાં આવી હતી.
અભિનેતાની આ જ દરિયાદિલી અને મદદને વધાવવા માટે તેલંગણાના એક ગામમાં અનોખી પહેલ કરવામાં આવી હતી.

વિશ્વભરને સતાવી રહેલી કોરોનાની મહામારીને કારણે ભારતમાં પણ કફોડી સ્થિતિ થઈ હતી. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા સોનૂ સુદે હજારો શ્રમિકો અને ઘર વિહોણા લોકોને પોતાના વતન અને ઘરે પહોંચવામાં મદદ કરી હતી. અભિનેતાની આ જ દરિયાદિલી અને મદદને વધાવવા માટે તેલંગણાના એક ગામમાં અનોખી પહેલ કરવામાં આવી હતી. તેલંગણાના સિદ્દિપેટના ડુબ્બા ડાંટા ગામમાં લોકોએ સોનૂ સુદની મદદને વધાવતા તેનું મંદિર બનાવીને તેની પૂજા કરવાની શરૂઆત કરી દીધી છે. આ મંદિરની તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાઈરલ થઈ હતી. આ તસવીરો ફરતી થતાં સોનૂ સુદ લાગણીશિલ થઈ ગયો હતો. તેણે લોકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, હું આટલા મોટા સન્માનને યોગ્ય નથી.