તૈયાર થઇ જાવ, મલ્હારની નવી ફિલ્મ ‘વિકીનો વરઘોડો’ માં જવા માટે…

0
8

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચોકલેટી બોય એટલે મલ્હાર ઠાકર. આ મલ્હારની નવી રોમેન્ટીંક કોમેડી ફિલ્મ લઇને આવી રહ્યો છે.

મળી રહેલ માહિતી પ્રમાણે મલ્હાર ઠાકર રેવા ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીટ કનોજીયાની જોડી ફરી ધુમ મચાવવા માટે આવી રહ્યા છે અને નવી ફિલ્મ ‘વિકીનો વરઘોડો’ લઇને આવી રહ્યો છે.

આ ફિલ્મની મુખ્ય ભુમિકામાં મલ્હારની સાથે ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર જોવા મળશે. આજથી એટલે કે 15 ઓક્ટોબરથી આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. જોકે હજુ સુધી આ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર નથી કરવામાં આવી પણ આ ફિલ્મને લઇને

મલ્હારના ચાહકો ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

મલ્હાર છેલ્લે ગત વર્ષે એક્ટોબર 2018માં રીલિઝ થયેલી રોમેન્ટીંક ફિલ્મ ‘શરતો લાગુ’ માં જોવા મળ્યો હતો. તો મોનલ ગજ્જર ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે સાથે બીજી ફિલ્મ કરી રહી છે. આ પહેલા રેવામાં પણ તેમને દમદાર અભિનય કર્યો હતો.

સફળ ‘રેવા’ ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે કરી રહ્યા છે ડિરેક્ટ
ગુજરાતી ફિલ્મમાં સફળ ફિલ્મનાની એક રેવા ના ડિરેક્ટર રાહુલ ભોલે આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. રાહુલ ભોલેની આ ત્રીજી ફિલ્મ છે.

આ પહેલા વર્ષ 2017માં રાહુલ ભોલેએ વિનીત કનોજીયા સાથે પોતાની પહેલી કોમેડી ફિલ્મ ‘ચોર બની થનગાટ’ કરે લઇને આવ્યા હતા.

આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં પ્રેમ ગઢવી, અમિત મિસ્ત્રી, બિજન જોષી, ઓજસ રાવલ, મનન દેશાઇ, જીનીતા રાવલ સહિતના કલાકારો હતો.

તો બીજી ફિલ્મ વર્ષ 2018માં રેવા આવી હતી. આ ફિલ્મમાં પણ રાહુલ ભોલે અને વિનીટ કનોજીયાની જોડી જોવા મળી હતી.

આ ફિલ્મમાં ભૈરવી, અભિનવ બેન્કર, પ્રશાંત બારોટ, મોનલ ગજ્જર સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

‘શું થયું’ ફિલ્મ માટે મલ્હારને મળ્યો હતો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ
ગત વર્ષે ઓગસ્ટ 2018માં રીલિઝ થયેલી કોમેડી ફિલ્મ શું થયું માટે મલ્હારને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મલ્હાર આજના ગુજરાતી ફિલ્મ ચાહકોમાં અને ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ફેવરીટ અભિનેતા છે. ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નીક અને પ્રોડ્યુસર વૈશલ શાહની ફિલ્મ છેલ્લો દિવસથી મલ્હારે પોતાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી અને છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્લોક બ્લસ્ટર ફિલ્મ સાબીત થઇ હતી. ત્યાર બાદ તેણે અનેક હીટ ફિલ્મો આપી છે.