ત્રણ વર્ષની ભત્રીજીને રમાડવાનાં બહાને લઇ જઇ ફૂવાએ દુષ્કર્મ આચરતાં ફિટકાર

0
704
the-three-year-old-s-niece-s-excuse-to-take-part-in-the-act-of-rape-is-being-reprimanded
the-three-year-old-s-niece-s-excuse-to-take-part-in-the-act-of-rape-is-being-reprimanded

અમદાવાદ: રાજકોટના શાપર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકી પર ફુવાએ દુષ્કર્મ આચરતાં ચોતરફ ફિટકારની લાગણી જન્મી છે.

રાજકોટના શાપર ખાતે રામજી મંદિર શેરી નં.પમાં રહેતા બિહારી પરિવારના સભ્યો મજૂરી કામ પર ગયા હતા ત્યારે તેની બાજુના જ મકાનમાં રહેતો રાજેન્દ્ર સુમાર મંડલ નામનો શખસ આ પરિવારના ઘેર આવ્યો હતો અને ઘરકામ કરી રહેલી તેના સાળાની પત્ની પાસે જઇ ત્રણ વર્ષીય બાળકીને રમાડવા લઇ જાઉં છું તેવું કહી બાળકીને લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

બાળકીએ ચીસાચીસ કરતાં બાળકીની માતા બેબાકળી બની બાજુના મકાનમાં દોડી ગઇ હતી. પોતાની પુત્રીની હાલત જોતાં તેની માતા હતપ્રભ બની ગઇ હતી. આ ઘટનાનાં પગલે લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા અને ચારે તરફ રોષની લાગણી ફેલાઇ હતી