થરૂરનો મોદી પર ફરી કટાક્ષ, કહ્યું- તેઓ સફેદ ઘોડા પર સવાર તલવાર લઈને બેઠેલા હીરો

0
9
NAT-HDLN-shashi-tharoor-once-again-controversy-statement-agaisnt-pm-modi-gujarati-news-5978261-NOR.html?ref=ht
NAT-HDLN-shashi-tharoor-once-again-controversy-statement-agaisnt-pm-modi-gujarati-news-5978261-NOR.html?ref=ht

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી એક વખત વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. થરૂરે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “તેઓ એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો છે જે કહે છે કે હું બધાં જ જવાબ જાણું છું. મોદી એક વ્યક્તિની સરકાર છે અને દરેક લોકો તેના ઈશારા પર નાચે છે. ભારતના ઈતિહાસમાં સૌથી કેન્દ્રીયકૃત વડાપ્રધાન કાર્યાલય છે.”

આ પહેલાં 28 ઓક્ટોબરે થરૂરે મોદીની તુલના વિંછી સાથે કરી હતી. તેઓએ કહ્યું હતું, વડાપ્રધાન મોદી RSS માટે શિવલિંગ પર બેઠેલાં વિંછી જેવા છે, જેને ન તો હાથથી હટાવી શકાય કે ન ચંપલથી મારી શકાય. મોદી વિરૂદ્ધ આ નિવેદન બાદ થરૂર વિરૂદ્ધ હૈદરાબાદના સાયદાબાદમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદ રંગા રેડ્ડી જિલ્લાના ભાજપના પ્રવક્તા કરૂણા સાગર કાશિમ શેટ્ટીએ દાખલ કરાવી હતી.

શક્ય છે કે રાહુલ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ન હોય

– આગામી લોકસભા ચૂંટણીના મુદ્દે પર થરૂરે કહ્યું કે, કોંગ્રેસ અને બાકી વિપક્ષી દળો વચ્ચે ચૂંટણી પહેલાં અને બાદમાં ગઠબંધન થશે. પરંતુ બની શકે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ચહેરો ન હોય. તેઓએ કહ્યું ભાજપની તુલનાએ કોંગ્રેસમાં ઘણાં વરિષ્ઠ નેતા છે. અમારી પાસે પ્રણવ મુખર્જી જેવાં લોકો હતા. પી ચિદમ્બરમ અને અન્ય છે, જેમનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે.

રામ મંદિર મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

– થરૂરે કહ્યું, “સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અયોધ્યામાં રામ મંદિર મુદ્દાથી ધ્યાન ભટકાવનાર છે. હું ભારતીય લોકોને અપીલ કરીશે કે તેઓ ધ્યાન ભટકાવનારા મુદ્દાઓથી દૂર રહે અને ભારતીયોના જીવન અને હકિકત પર ધ્યાન આપે. હકિકત એ છે કે ભારતીય આમ આદમી છેલ્લાં સાડા ચાર વર્ષથી પરેશાન છે.”

મારી વિરૂદ્ધ ગુનાકિય માનહાનિનો કેસ દાખલ કરવો હલકી વૃતિ

– થરૂરે પોતાના વિરૂદ્ધ દાખલ ગુનાકિય માનહાનિના કેસને હલકી વૃતિ ગણાવી છે. તેઓએ કહ્યું કે આવું કરવું અભિવ્યક્તિની આઝાદીને દબોચવા જેવું છે. આ કેસ દિલ્હીની કોર્ટમાં ભાજપના નેતા રાજીવ બબ્બરે દાખલ કર્યો હતો.
– થરૂરે કહ્યું કે, “મેં જે નિવેદન આપ્યું હતું તે 2012માં એક મેગેઝીનમાં છપાયું હતું. તેમાં આ નિવેદન સંઘના અનામ નેતાના અહેવાલે છપાયો હતો. એવામાં મારા વિરૂદ્ધ માનહાનિનો દાવો કરવાનું કેટલું ઔચિત્ય છે?