‘દબંગ-૩’ ૨૦મીએ, ‘બ્રહ્માસ્ત્ર’ ૨૭ ડિસેમ્બરે રિલીઝ થશે

0
19

It won’t be wrong to say that Ayan Mukerji’s upcoming directorial, Brahmastra has created immense anticipation amongst the audience due to its gripping story line and stellar star cast.

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૭
સલમાન ખાને તેની ફિલ્મ ‘દબંગ-૩’ની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. શુક્રવારે સાંજે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટર સાથે જ તેણે ‘દબંગ-૩’ની રિલીઝ ડેટનું પણ અનાઉન્સમેન્ટ કરી દીધું. સલમાનની આ એક્શન થ્રિલર ફિલ્મ આ વર્ષે ૨૦ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ પોસ્ટર શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું, ‘ચુલબુલ ઈઝ બેક.’
થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે સલમાન ખાન સ્ટારર ‘દબંગ-૩’ અને રણબીર કપૂર-આલિયા ભટ્ટ સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’ ક્લેશ થશે. જાકે, આ ક્લેશ તો ટળી ગયો છે. પરંતુ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટનું હજી પણ સલમાન ખાન સાથે એક કનેક્શન છે. કેટલાક અહેવાલો અનુસાર, રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ દબંગ-૩ની રિલીઝના એક અઠવાડિયા પછી એટલે કે ૨૭ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
જા ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘દબંગ-૩’ બંને જાડે રિલીઝ થાત તો તે બોલિવૂડમાં આ વર્ષનો આ સૌથી મોટો ક્લેશ સાબિત થાત. આ ક્લેશથી બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ બહુ મોટી અસર પડત. જાકે, આ ક્લેશ તો ટળી ગયો છે.