દહેજમાં વોર્ડ ૪-૫ ને વિકાસથી વંચિત રાખવાના આક્ષેપ સાથે તલાટીને રાવ

0
7

દહેજ ગામ પાંચયત દ્ધારા વિકાસથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ તલાટી પાસે ન્યાય માટે ધા નાંખ્યા હતા. તલાટીએ હૈયા ધરપત આપતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દહેજ ગામમાં વિકાસે વેગ પકડયો છે.દહેજ ગામ પંચાયત ઉધોગ નગરીમાં આવેલ હોય સરકારી ગ્રાન્ટ સહિત આસપાસની કંપનીઓના સહકાર થી વિકાસના કામો થઈ રહ્યા છે. વિકાસની વાતો વચ્ચે દહેજ ગામ પંચાયતના વોર્ડ નંબર ૪ અને પાંચના રહીશોએ વિકાસથી વંચિત રખાતા કિશોરસિંહ રણાની આગેવાનીમાં તલાટી ને આવેદન પાઠવ્યુ હતું. સરપંચ તેમના વિસ્તારને કિન્નખોરી રાખતા હોવાનું આક્રોશપૂર્વક તલાટીને જણાવ્યુ હતુ. જો કે તલાટીએ હૈયા ધરપત આપતા સ્થાનિકો શાંત થયા હતા.