દિલને કહા ચુપકે સે, ‘મોગલ’બન જા, ફિલ્મ મેં રે…

0
20

સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મોની પસંદગી લાજવાબ હોય છે તેના છેલ્લાં કેટલાંક વર્ષોની ફિલ્મો જોઈએ તો જુદા જુદા વિષય અને ફેન્ટાસ્ટિક કેરેક્ટર હોય છે. ‘ગજિની’ હોય કે ‘થ્રી ઈડિયટ્સ’ કે ‘પીકે’ તેની ફિલ્મો હંમેશાં અદ્ભુત વિષય ધરાવતી હોય છે. અત્યારે તેણે સંગીતના બાદશાહ ગુલશનકુમારના જીવન પર બનનારી ફિલ્મ સાઈન કરી છે અને તેમાં ગુલશનકુમારનો રોલ તે કરવાનો છે. તેના વિશે તેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. તેના સંદર્ભે તેણે આપેલી રસપ્રદ મુલાકાત અહીં પ્રસ્તુત છે.

– ના, મારી પાસે એવી કોઈ સ્ટ્રેટેજી નથી. હું તો મારું મન જે કહે તે કરું છું. મને લાગે કે આ સાચું છે તો હું એ જ કરું. આજે હું એ બાબતને જુદી રીતે અનુભવું છું. હું મારું દિલ કહે તે કરું છું. કદાચ, કેટલાક લોકો મારા નિર્ણયની ટીકા પણ કરશે, પણ હું મારા દિલને જ અનુસરીશ. આથી આ ફિલ્મ માટે પણ મેં એ જ કર્યું, જે મારા હૃદયે મને કહ્યું અને મારું મન કહે છે કે મેં જે કર્યું છે તે બરાબર કર્યું છે.પહેલા તે ‘મુગલ’ ફિલ્મ કરવાની ના પાડતા ફિલ્મના નિર્માતા ભૂષણકુમાર સાથેના સંબંધો પર અસર થઈ હતી?મને ખાતરી છે કે તેઓ તેનાથી અપસેટ થઈ ગયા હતા. આ ફિલ્મ તેમના પિતા અંગેની છે. આ ફિલ્મ તેમના માટે બહુ ઈમોશનલ છે, આથી દેખીતી રીતે તેઓ વિમાસણમાં પડી જ જાય કે હું તેમની ફિલ્મ નથી કરી રહ્યો.તું ગુલશનકુમારનો રોલ કરીશ? હા, હું સંગીત જગતના બાદશાહ ગુલશનજીનો રોલ કરવાનો છું. અન્ય કાસ્ટિંગ ફિલ્મના દિગ્દર્શક સુભાષજી નક્કી કરશે.

વાસ્તવમાં મને આ ફિલ્મ ઓફર થઈ ત્યારે હું ગુલશનજીનો રોલ કરી શકું તેવું મને લાગતું નહોતું. આથી મેં તેમને ના પાડતા તેમણે મને ફિલ્મના કો-પ્રોડ્યુસર બનવાની વિનંતી કરી. તેઓ ઈચ્છતા હતા કે હું ગમે તે રીતે આ ફિલ્મ સાથે સંકળાઉ. મને ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ ગમી હતી આથી હું નિર્માતા બનવા તૈયાર થયો. પછી મારે ગુલશનજીનો રોલ તો નહોતો કરવો આથી અમે તે ટાઈટલ રોલ માટે અક્ષયકુમારનો સંપર્ક સાધ્યો, જેને ભૂષણજી અગાઉ ઓફર આપી ચૂક્યા હતા, પણ છતાંય હું અક્ષયને મળ્યો અને મેં તેને તે રોલ ઓફર કર્યો. તેણે ફરી તેના માટે વિચાર કર્યો પણ કામ બન્યું નહીં.

તે પછી મેં વરુણ ધવનનો સંપર્ક સાધ્યો, પણ તે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હતો. અન્ય એક હીરો હતો,

જેને હું કાસ્ટ કરવા માગતો હતો તે હતો કપિલ શર્મા. મને લાગ્યું હતું કે તે ફિલ્મને સારી રીતે ખેંચી શકશે, પણ તેની સાથે પણ મેળ પડ્યો નહીં. તે પછી ભૂષણકુમારે મને કહ્યું કે તે તારા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યાં. તું પૂરી દુનિયા ફરી વળ્યો, પણ મારા પિતાનો રોલ તો તું જ કરી શકીશ. પછી મેં વિચાર્યું કે સ્ક્રિપ્ટ અને રોલ બંને સારા છે, આથી મેં ફિલ્મ કરવાની હા પાડી દીધી. હકીકતમાં હું ‘મોગલ’ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો ત્યારે સુભાષ કપૂર તેને ડિરેક્ટ કરવાના હતા. મને ખબર ન હતી કે તેમના પર પાંચ વર્ષ જૂનો એક કેસ ચાલી રહ્યો હતો. ‘મી ટૂ મૂવમેન્ટ’નો તે કેસ હતો. આથી અમારે કોઇ વિવાદમાં નહોતું પડવું. મેં મારી પત્ની કિરણ સાથે તે અંગે ચર્ચા કરી. મને ખબર નહોતી પડતી કે શું કરવું? પણ અંતે હવે હું ફરી પાછો આવી ગયો છું.