દિવાળીના દિવસે વડા પ્રધાન દેશવાસીઓ સાથે મન કી બાત કરશે

0
9

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર-હૅન્ડલથી જાહેરાત કરી હતી કે તેઓ આગામી ૨૭ ઑક્ટોબરે એટલે કે દિવાળીના પર્વ નિમિત્તે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કરશે. પીએમે દેશવાસીઓને રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માટે પોતાના વિચારો મોકલવા માટે પણ અપીલ કરી હતી. આગામી ૨૭ ઑક્ટોબરે દિવાળી હોવાથી મોદી દેશવાસીઓને દિવાળી અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પણ આપશે.

ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્‌વીટમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૫૦ લાખ લાભાર્થીઓની મફતમાં સારવાર કરવામાં આવી છે. સ્વસ્થ ભારતના સંકલ્પમાં આ એક મહત્ત્વનો પડાવ હોવાનું મોદીએ જણાવ્યું હતું. મંગળવારે વડા પ્રધાન મોદીએ આયુષ્માન ભારતની કેટલીક ખૂબીઓ જણાવી હતી.

‘દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે એક વર્ષમાં જ ૫૦ લાખથી વધુ લાભાર્થીઓને મફત સારવાર મળી છે. આનું બધું શ્રેય આયુષ્માન ભારતને જાય છે એમ મોદીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું.