દીપિકાની તસવીર પર રણવીર સિંહની કોમેન્ટનો પત્નીએ આપ્યો મજેદાર જવાબ

0
22

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ ઘણીવાર એકબીજાની તસવીરો પર કોમેન્ટ્સ કરતાં હોય છે.

દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની તસવીર શૅર કરે છે અને રણવીર સિંહ તેના પર કોમેન્ટ કરતો હોય છે. તાજેતરમાં પણ કંઇક એવું જ થયું, દીપિકાએ તસવીર શૅર કરી તો રણવીરે તેના પર કોમેન્ટ કરી દીધી.

પણ આ વખતે દીપિકાએ પણ આ કોમેન્ટનો જવાબ આપ્યો અને તે પર ચાહકોએ ભરપુર આનંદ લીધો હતો.

જણાવીએ કે આખરે શું થયું….. હકીકતે દીપિકાએ પોતાનો એક્સ્ટ્રીમ ક્લોઝઅપ શૉટની તસવીર શૅર કરી હતી. તેમાં તેના ચહેરાને ઝૂમ કરીને બતાવવામાં આવ્યો હતો. આ તસવીર પર રણવીર સિંહે કોમેન્ટ કરી અને કહ્યું, “હજી નજીક”. તેના પછી યૂઝર્સે રણવીર સિંહની કોમેન્ટને વધાવી લીધી અને મોટી સંખ્યામાં લોકોએ તેની કોમેન્ટને કોમેન્ટ લાઇક કરી ચૂક્યા છે.


હવે દીપિકા પાદુકોણે રણવીર સિંહના કોમેન્ટનો જવાબ આપતાં કહ્યું, “અચ્છા….. ઘરે આવો…. હું બતાવું છું.” આ કોમેન્ટ પછી તસવીર હજી વધારે ચર્ચામાં છવાઇ રહી છે. તો દીપિકાના જવાબ આપ્યા પછી લોકો દીપિકાના રિપ્લાયના વખાણ કરી રહ્યા છે. તો લગભગ 10 હજાર લોકો તેમના વખાણ કરી રહ્યા છે.