દોઢ વર્ષથી પિતા છે લાપતા, દીકરાએ માંગી PMOની મદદ

0
384
.ahmedabad-news/other/ahmedabad-man-sought-pmos-help-for-missing-father
.ahmedabad-news/other/ahmedabad-man-sought-pmos-help-for-missing-father

શહેરની લોકલ પોલીસ પાસેથી એકનો એક જવાબ સાંભળીને કંટાળેલા 30 વર્ષીય શરદ અગ્રવાલે દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા પોતાના પિતા મગનલાલ અગ્રવાલને શોધવા માટે હવે ટ્વિટરની મદદ લીધી છે. એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા શરદ અગ્રવાલે મંગળવારના રોજ પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ(PMO) અને ગુજરાત પોલીસને ટેગ કરીને તેના પિતાને શોધવામાં મદદ માંગી છે.પિતાનો ફોટો અટેચ કરીને શરદે લખ્યું છે કે, મારા પિતા અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં અમારા ઘરેથી 19-12-2016થી ગુમ થયેલા છે. અત્યારે તે ક્યાં અને કઈ સ્થિતિમાં હશે ખબર નહીં. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ કોઈ અપડેટ નથી.વસ્ત્રાલ વિસ્તારના વૃદાંવન રેસિડેન્સીમાં રહેતા શરદ જણાવે છે કે, ટ્વિટ કર્યા પછી પણ મને PMO કે પોલીસ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. અમુક લોકોએ મારી ટ્વિટને શેર કરી છે, હવે મને આશા છે કે આ ટ્વિટ વધારે લોકો સુધી પહોંચે. મેં સાંભળ્યુ હતું કે સરકાર ટ્વિટર પર કરેલી ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરે છે.ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર, 2016ના રોજ મગનલાલ બપોરે લગભગ સવા બાર વાગ્યે પોતાનો ફોન રિપેર કરાવવા ઘરેથી નીકળ્યા હતા. તે રસ્તામાં અમુક લોકોને મળ્યા પણ હતા. ફોન રિપેર કરવા આપ્યા પછીથી તે મીસિંગ છે. તે સમયે વસ્ત્રાલ ચાર રસ્તા પર CCTV કેમેરા નહોતા લાગ્યા, માટે તેમને ટ્રેસ કરવા પણ શક્ય નથી. શરદ જણાવે છે કે, તેમને જ્યારે પણ પિતાને લગતી ખબર મળી તે ત્યાં શોધવા ગયા. તેઓ ડાકોર સુધી તેમને શોધવા ગયા હતા