દોસ્તાના 2નો પાર્ટ ન હોવાનું દુ:ખ છે રાજકુમાર રાવને

0
15

રાજકુમાર રાવ હાલમાં ‘મૅડ ઇન ચાઇના’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, પરંતુ એને દુખ એ વાતનું છે કે તે ‘દોસ્તાના 2’માં કામ નથી કરી રહ્યો. ૨૦૦૮માં આવેલી જૉન એબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડાની ‘દોસ્તાના’ની સીક્વલ બની રહી છે.

આ ફિલ્મમાં કાર્તિક આર્યન, જાહ્નવી કપૂર અને નવોદિત ઍક્ટર લક્ષ્‍ય કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલાં રાજકુમાર રાવને પણ ઑફર થઈ હતી.

આ ફિલ્મ કેમ ન કરી એ વિશે પૂછતાં રાજકુમારે કહ્યું હતું કે ‘અમે અમારી તારીખ નક્કી કરીએ એ પહેલાં મેં ‘ધ વાઇટ ટાઇગર’ને સાઇન કરી લીધી હતી.

આથી હું એક સાથે બે ફિલ્મ કરી શકુ એમ નહોતું. ‘દોસ્તાના 2’પણ એ જ સમયે શૂટિંગ કરવામાં આવી રહી હોવાથી એ હું સાઇન ન કરી શક્યો. 

જોકે એ દુખની વાત છે કે આ ફિલ્મ હું ન કરી શક્યો કારણ કે એ કરવાની મારી ખૂબ જ ઇચ્છા હતી.