ધાર્યું પરિણામ ન આવતાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

0
774
saurasthra-kutch/class-10-student-hanged-herself-after-result
saurasthra-kutch/class-10-student-hanged-herself-after-result

મંગળવારે માધાપર વિસ્તારમાં ક્રિસ્ટ હોસ્પિટલ પાસે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. એરપોર્ટ રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિની સેજલ વિરમભાઈ છાઉએ આત્મહત્યા કરી. 16 વર્ષીય વિદ્યાર્થિનીને ધોરણ 10મા ધાર્યું પરિણામ ન આવતા જીવન ટૂંકાવ્યું.મૃતક વિદ્યાર્થિનીના પરિવારે જણાવ્યું કે, સેજલે SSC બોર્ડની પરીક્ષામાં 64 ટકા મેળવ્યા છે. જ્યારે તેણે 80-85 ટકા પરિણામ આવશે તેવી આશા રાખી હતી. મહત્વનું છે કે સોમવારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું.પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સેજલના પિતા વિરમભાઈ ડ્રાઈવર છે. સેજલને ઓછા ટકા આવ્યા ત્યારે તેના પિતાએ તેને ખાતરી આપી હતી કે દરેક વિષયના પેપરનું રિ-ચેકિંગ કરાવશે. જો કે ઓછા પરિણામથી નાસીપાસ થયેલી સેજલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. માતા-પિતા જ્યારે મંગળવારે સવારે કામ પર નીકળ્યા ત્યારે સેજલે આ પગલું ભર્યું.