નર્મદા કેનાલમાં ડૂબી જતાં શ્રમજીવી પરિવારની બે સગીરાનાં મોત

0
201
two-youths-of-the-laboring-laborers-died-in-narmada-canal
two-youths-of-the-laboring-laborers-died-in-narmada-canal

અમદાવાદ: દિયોદર નજીક લુંદ્રા નજીક પસાર થઇ રહેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા શ્રમજીવી પરિવારની બે સગીરાનાં મોત થયા હતા. આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના લુંદ્રા ગામ પાસે રેલવે બ્રિજના ચાલી રહેલા કામમાં મજૂરી કરવા આવેલ શ્રમજીવી પરિવારની બે સગીર પુત્રીઓ લક્ષ્મી મકનભાઇ મેડા અને પ્રિયંકા ડામોર આ બંને સગીરા લુંદ્રા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કપડાં ધોવા માટે ગઇ હતી. કપડાં ધોતી વખતે અકસ્માતે લક્ષ્મીનો પગ લપસતાં તે નર્મદા કેનાલમાં ખાબકી હતી આથી તેને બચાવવા માટે પ્રિયંકા પણ કેનાલમાં પડી હતી. કેનાલના ઊંડા પાાણીમાં આ બંને સગીરા ગરકાવ થઇ ગઇ હતી.

ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મહેનત બાદ પુરા નવ કલાક પછી બંને સગીરાની લાશ કેનાલમાંથી બહાર કાઢી પી.એમ. માટે દિયોદરની હોસ્પિટલમાં મોકલી આપી હતી