નવાઝ અને મરિયમ શરીફને મળી મોટી રાહત, સજા પર ઇસ્લામાબાદ હાઇકોર્ટે લગાવી રોક

0
53
NT-PAK-HDLN-islamabad-high-court-suspended-jail-terms-of-former-pak-pm-nawaz-sharif-and-his-daughter-gujarati-news
NT-PAK-HDLN-islamabad-high-court-suspended-jail-terms-of-former-pak-pm-nawaz-sharif-and-his-daughter-gujarati-news

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફ સહિત તેની દીકરી મરિયમ નવાઝ શરીફ અને જમાઈની સજા રદ કરી છે. એવેનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં દોષી થયાં બાદ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલાં નવાઝ શરીફ અને તેમના પરિવારને જેલ મોકલી દીધો હતો.બુધવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બેંચમાં સામેલ જસ્ટિસ અતહર મિનાલ્લાહ અને જસ્ટિસ હસન ઔરંગઝેબે પોતાના ચુકાદામાં નવાઝ શરીફની સજાને રદ કરવાના આદેશ આપ્યાં. આ પહેલાં કોર્ટે સુનાવણી કરી આ મુદ્દે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

શરીફ પરિવાર પર શું હતો આરોપ?

એવેનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં કોર્ટે ગત 6 જુલાઈએ નવાઝ શરીફ, મરિયમ નવાઝ શરીફ અને મરિયમના પતિ કેપ્ટન સફદરને દોષી જાહેર કર્યાં હતા. નવાઝ શરીફ પરિવાર પર લંડનમાં 4 લક્ઝરી ફ્લેટની માલિકી હક્કનો આરોપ છે. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલાં નવાઝ શરીફે સરેન્ડર કર્યું હતું,