નિર્દોષતા સાબિત કરવા ટ્રેન ડ્રાઈવરે 10 વર્ષ સુધી કર્યા અથાક પ્રયાસ, અંતે કેસ જીત્યો

0
85
ther/train-driver-fight-legal-battle-for-10-years
ther/train-driver-fight-legal-battle-for-10-years

માલગાડી (ગુડ્સ ટ્રેન)ના ડ્રાઈવર મનોજ દાંડેકરને પોતાની નિર્દોષતા સાબિત કરતાં 10 વર્ષ લાગ્યા. પોતાના કામ પ્રત્યે દાંડેકર બેદરકાર અને ગાફેલ હોવાનું સાબિત કરતાં ઓર્ડર ગુજરાત હાઈકોર્ટે સોમવારે રદ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે દાંડેકર પર લગાવેલો દંડ પણ રદ કર્યો છે. આ ઘટના 26 ઓગસ્ટ, 2008માં નાબિપુર રેલવે સ્ટેશન પર બની હતી. એ વખતે મનોજ દાંડેકર આસિસ્ટંટ લૉકૉ-પાયલટ તરીકે ગુડ્સ ટ્રેનમાં કામ કરતો હતો.2008માં ટ્રેન રૅડ સિગ્નલથી 50 મીટર આગળ નીકળી ગઈ હતી. ત્યાર બાદ આ કેસની ઈન્ક્વાયરી શરૂ થઈ. જેમાં દાંડેકરને RS-વાલ્વ બરાબર ઑપરેટ ન કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો. દાંડેકરને 5 વર્ષ સુધી કાપીને પગાર આપવાની સજા ફટકારાઈ. ત્યાર બાદ દાંડેકરે રેલવેની રિવિઝન ઑથોરિટીમાં અપીલ કરી. તેમણે દાંડેકરનો દંડ ઘટાડી એક વર્ષનો કર્યો પરંતુ તેને દોષિત તો માન્યો જ.મનોજ દાંડેકરે તે બાદ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (CAT)માં અપીલ કરી. CATમાં પણ દાંડેકરનો દોષિત માનવામાં આવ્યો અને સજા યથાવત્ રાખી. અંતે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટે ઈન્ક્વાયરી રિપોર્ટને ધ્યાનમાં લેતા કહ્યું કે, “ઈન્ક્વાયરી ઓફિસરે દાંડેકરનું ત્વરિત પગલું ધ્યાનમાં લીધું છે. જ્યારે દાંડેકરે સિગ્નલ જોયું ત્યારે લૉકૉ-પાયલટને જાણ કરી પરંતુ લૉકૉ-પાયલટે કોઈ પ્રતિક્રિયા ન આપતાં દાંડેકરે તરત જ કામગીરી કરી અને ગુડ્સ ટ્રેનને રોકી. પરંતુ ટ્રેન રોકાઈ ત્યાં સુધી તે સિગ્નલ તોડી ચૂકી હતી. એટલે દાંડેકરને કામ પ્રત્યે બેદરકાર ન ગણી શકાય