નોકરી પરથી કાઢી મૂક્યો તો HR હેડ સાથે એવું કર્યું કે જાણીને ચોંકી જશો

0
412
sacked-employee-fires-at-hr-head-in-gurugram
sacked-employee-fires-at-hr-head-in-gurugram

નોકરીમાંથી કાઢી મૂક્યો તો એક વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે કંપનીના એચઆર હેડ પર જ ગોળી ચલાવી દીધી. આ ઘટના ગુરૂવારની છે જ્યાં જાપાનની એક કંપનીના એચઆર હેડ પર પોતાના સાથી સાથે મળીને આ હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના ગુરુવાર સાવેર 9 વાગ્યાની છે જ્યારે પીડિત મિત્સુબિશી કંપનીના એચઆર હેડ બિનેશ શર્મા પોતાની કારથી આઈએમટી માનેસર સ્થિત પોતાની ઓફિસે જઈ રહ્યા હતા.ગુરુગ્રામ પોલીસના પીઆરઓ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, ‘બાઈક પર બેસીને બે શખશો આવેલા હતા જેમણે બિનેશ શર્માને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કાર રોકી નહિ અને સ્પીડ વધારી. તે સમયે બાઈકથી પાછળ બેસેલા એક હુમલાખોરે વિનેશ પર ગોળી ચલાવી દીધી હતી. વિનેશને બે ગોળી વાગી છે. પીઆરઓ રવિન્દ્રએ જણાવ્યું કે ‘હુમલો કરનારા લોકોમાંથી એકની ઓળખ જોગિન્દર તરીકે સામે આવી છે જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છેઅધિકારીઓએ જણાવ્યું છે કે વિનેશએ જોગિન્દરને તેના ગેર વર્તનને કારણે નોકરી પરથી કાઢી મૂક્યો હતો. જોગિન્દરે વિનેશને તેનું ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. વિનેશે તે ધમકી ગંભીરતાથી લીધી નહીં. જોગિન્દર અને તેના સાથી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે