‘પતિ, પત્ની ઔર વો’નો ફર્સ્ટ લુક રિલીઝ, જુઓ કાર્તિક આર્યન, ભૂમિ અને અનન્યાનો લુક

0
32

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યનનો કરિયર ગ્રાફ બહુ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. હવે ચાહકોની નજર તેની આવનારી ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’માં જોવા મળશે.

શુટિંગ દરમ્યાન આ ફિલ્મ ચર્ચામાં રહી. હવે આ ફિલ્મના લીડ એક્ટર્સ કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેનો ફર્સ્ટ લુક જાહેર થયો છે.

કાર્તિક આર્યનનો લુક આમાં એકદમ સામાન્ય માણસ જેવો છે.

તેના પોસ્ટર પર કેપ્શન છે કે, “મિલિયે ચિન્ટુ ત્યાગી સે. કાનપુર કે સબસે આદર્શવાદી પતિ.”


તો ભૂમિ એટલે કે પત્નીના પોસ્ટરમાં લખ્યું છે કે, “ચિન્ટુ ત્યાગી કો વેદિકા સે અચ્છી પત્ની કહાં મિલેગી? 

નઝર ના લગે.” ભૂમિ આ ફિલ્મમાં એક ટીચરની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
તો અનન્યા પાંડેના પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે,

“યે અગ્નિપથ હૈ, ઇસે કોઈ પાર નહીં કર પાયા હૈ.” અનન્યા પાંડેનો લુક આમાં બહુ સ્ટાઇલીશ છે.” એક જાણકારી મુજબ, અનન્યા ચિન્ટુ ત્યાગીની સેક્રેટરીનો રોલ ભજવી રહી છે.