પત્નીના મોતથી ડિપ્રેશનમાં આવી ગયેલા વૃદ્ધે 12મા માળેથી લગાવી મોતની છલાંગ

0
178
crime/man-suffering-from-depression-after-wifes-death-ends-life
crime/man-suffering-from-depression-after-wifes-death-ends-life

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે 12મા માળેથી મોતની છલાંગ લગાવી છે. આપઘાત કરનારા વ્યક્તિનું નામ સુરેશ ગૌડ હોવાનું બહાર આવ્યું છે. 58 વર્ષના સુરેશ ગૌડ ઓર્ચિડ રેસિડન્સીમાં રહેતા હતા, અને આજે સવારે તેમણે 12મા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીના અવસાન બાદ છેલ્લા ત્રણ મહિનાથી સુરેશભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેમની માનસિક સ્થતિ આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે હાલ તપાસ શરુ કરી છે.