પત્નીની આ આદતે લીધો યુવા ડોક્ટરનો જીવ, 5 મહિના પહેલાં કર્યાં હતાં લવ મેરેજ

0
511
.saurasthra-kutch/doctor-suicide-in-rajkot-
.saurasthra-kutch/doctor-suicide-in-rajkot-

રાજકોટના સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે રવિવારે સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તબીબે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના ઘરમાં એક દિવાલ પર પોતાની પત્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે, ‘પૂજા તું બહું જ ખોટું બોલે છે, મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી.’બીટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ મોહન પારિયા(25)એ પાંચ મહિના પહેલાં જ પૂજા નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. જો કે પાંચ મહિનામાં જ પતિનો પ્રેમ વિશેનો ભ્રમ ભાંગી ગયો હતો. તેની પત્ની વારે વારે ખોટું બોલતી હોવાનો અહેસાસ થતાં તેને તેની સાથે લગ્ન કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો હતો.તેનાથી કંટાળી ગયેલા વિપુલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં વિપુલની પત્ની પૂજા અવારનવાર ટોર્ચર કરતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે