‘પદ્માવત’ હમ દિલ દે ચૂકે સનમના પાત્રો સાથે પણ બની શકી હોત- શાહિદ

0
20

ફિલ્મ પદ્માવતના હિટ થવાના એક વર્ષ પછી અભિનેતા શાહિદ કપૂરે કહ્યું કે ફિલ્મ પદ્માવતમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ના પાત્રો સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં સારી રીતે કામ કરી લેતા. આ ફિલ્મમાં શાહિદ કપૂરે મહારાજ રાવલ રતન સિંહની ભૂમિકા ભજવી હતી.

તો આ ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજી અને દીપિકા પાદુકોણે પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. નેહા ધૂપિયા સાથે વાતચીતમાં શાહિદ કપૂરે કહ્યું કે હમ દિલ દે ચૂકે સનમના કલાકાર સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં સારી રીતે કામ કર્યું હોત. શાહિદ કપૂરને પૂછવામાં આવ્યું કે તે પદ્માવતના ત્રણ લીડ તરીકે કોને રિકાસ્ટ કરવા માગશે.

આ બાબતે શાહિદે જવાબ આપ્યો કે, “હકીકતે ‘હમ દિલ દે ચૂકે સનમ’ના કલાકાર પણ આ ફિલ્મમાં સરસ દેખાયા હોત.” ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ 16મી સદીના કવિ મલિક મુહમ્મદ જાયસીની કવિતા ‘પદ્માવત’ પર આધારિત હતી. ઘણાં વિલંબ અને વિવાદો બાદ આખરે આ ફિલ્મ જાન્યુઆરી 2018માં રિલીઝ થઈ અને નિર્દેશક સંજય લીલા ભણસાલીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. આ ફિલ્મને કેટલાય કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પણ સારી કમાણી કરી હતી.

ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં જોવા મળ્યો હતો રણવીર સિંહ. તેણે આ પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી હતી. આ ફિલ્મમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સીન્સના ફિલ્મીકરણને લઇને અનેક વિવાદો થયા હતા.

રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મને લઇને જબરજસ્ત વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલી સાથે માર-પીટ પણ કરી લીધી હતી. જેના પછી ફિલ્મના શૂટિંગમાં પણ મોડું થયું.