પપ્પાની તબિયત હવે સારી હોવાથી અમે જલદી ક્રિશ 4 પર કામ કરીશુ : હૃતિક રોશન

0
25

હૃતિક રોશને જણાવ્યુ હતું કે તેનાં ડૅડી રાકેશ રોશનની તબિયત હવે સારી હોવાથી તેઓ ટૂંક સમયમાં જ ‘ક્રિશ 4’ પર કામ શરૂ કરવાનાં છે.

રાકેશ રોશનને જાન્યુઆરીમાં પહેલા તબક્કાનું કૅન્સર હોવાનું નિદાન થયુ હતું. ઘણાં સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. રાકેશ રોશને ૨૦૦૩માં ‘કોઈ મિલ ગયા’ બનાવી હતી. ત્યાર બાદ આ ફ્રૅન્ચાઇઝીની ૨૦૦૬માં ‘

ક્રિશ’ અને ૨૦૧૩માં ‘ક્રિશ 3’ રિલીઝ કરવામાં આવી હતી. એથી હવે આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારતાં ‘ક્રિશ 4’ની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

એ વિશે હૃતિક રોશને કહ્યું હતું કે ‘મારી ‘વૉર’ બાદ હું મારા ડૅડી સાથે ચર્ચા કરવાનો છું. અમે બધા એક સાથે મળીને ‘ક્રિશ 4’ પર ફરીથી કામ શરૂ કરવાનાં છીએ. ડૅડી બિમાર હતા

એટલે અમે એ કામને સાઇડ પર મુકી દીધુ હતું. જોકે હવે તેઓ સાજા થઈ ગયા છે. એથી અમે હવે એને ફરીથી શરૂ કરવાનાં છીએ.’