પર્થ ટેસ્ટઃ જાડેજા અને ઈશાંત શર્મા મેદાન પર જ બાખડી પડયા

0
15
watch ishant sharma ravindra jadeja in war of words during 2nd test
watch ishant sharma ravindra jadeja in war of words during 2nd test

પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.જોકે ભારતીય ટીમ હવે બીજા જ એક વિવાદમાં સપડાઈ છે.

બીજી ટેસ્ટ દરમિયાન મેદાન પર ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા મેદાન પર જ કોઈ કારણસર બાખડી પડ્યા હતા.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમા જોઈ શકાય છે કે ઈશાંત અને જાડેજા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને બાદમાં કુલદીપ યાદવ અને શામી વચ્ચે પડીને બંનેને દુર મોકલી આપે છે.

જાડેજા સબસ્ટિટ્યુટ તરીકે આ મેચમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.