પહેલા બિરિયાની ખાધી, ડિશ મોંઘી પડતા કરી નાખ્યું દુકાનદારનું મર્ડર

0
349
man-shot-dead-in-west-bengal-for-selling-biryani-at-190-rs-a-plate
man-shot-dead-in-west-bengal-for-selling-biryani-at-190-rs-a-plate

કોલકાતાનો એક કિસ્સો હાલમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે, જેનાથી બધા લોકો દંગ છે. અહીં એક દુકાનદારને બિરિયાનીની એક પ્લેટના 190 રૂપિયા વસૂલવાનું ભારે પડી ગયું. ગ્રાહકે 1 પ્લેટ બિરિયાની માટે દુકાનદારને ગોળી મારી દીધી. દુકાનદારે પૈસા માગતા ગ્રાહક તેની સાથે લડવા લાગ્યો અને ગુસ્સામાં આવીને ગોળી મારી દીધી. ગોળી વાગ્યા બાદ દુકાનદારને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો. દુકાનદારનું નામ સંજય મોંડલ જણાવાઈ રહ્યું છે અને આ ઘટના પરગનાસ જિલ્લામાં બની છે.ઘટના બાદ પોલીસે એક વ્યક્તિને અરેસ્ટ કરી લીધો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. પોલીસ અનુસાર દોષિતનું નામ મોહમ્મદ ફિરોઝ છે. આ ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. સંજયના ભાઈએ કહ્યું કે, ‘ફિરોઝે મારા ભાઈને ગોળી મારી. આ કરતૂતમાં ચાર લોકો શામેલ હતા. તેઓ માથાફરેલ લોકો હતા. અમે બધા ઘણા ડરેલા છીએ અને અમને ખબર નથી પડી રહી કે, કેવી રીતે ધંધો કરવો.’પોલીસે કહ્યું કે, ‘એક પ્લેટ બિરિયાની માટે થયેલા ઝઘડામાં ગ્રાહકે દુકાનદારને ગોળી મારી દીધી. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો. આ ઘટનમાં અમે FIR પણ નોંધી છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.