પાક.સૈનિકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનનું ગળું કાપી કરી બર્બરતાઃ રિપોર્ટ

0
63
NAT-HDLN-jammu-international-border-pakistani-troops-slit-throat-bsf-jawan-gujarati-news-5959404
NAT-HDLN-jammu-international-border-pakistani-troops-slit-throat-bsf-jawan-gujarati-news-5959404

પાકિસ્તાની સૈનિકોની ફરી એક કાયરતાભરી હરકત સામે આવી છે. જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના એક જવાનનું ગળું કાપી નાંખવામાં આવ્યું છે. આ ઘટનાથી બંને દેશ વચ્ચે ફરી તણાવ વધી શકે છે. આ બર્બર ઘટના મંગળવારે રામગઢ સેકટરમાં ઘટી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ પૂરી આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. BSFએ પોતાના સમકક્ષ પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડક બની આ મુદ્દે ઉઠાવ્યો છે.સત્તાવર સૂત્રોએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન પણ મળ્યાં છે. કુમારનો મૃતદેહ છ કલાક બાદ ભારત-પાકિસ્તાન વાડ પાસે મળ્યો હતો.

પાકિસ્તાનની કાયરતાભરી હરકત

– પાકિસ્તાની રેન્જર્સને ગુમ થયેલા જવાનની ભાળ મેળવવા સંયુક્ત તપાસમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાન રેન્જર્સ એક સ્થાન સુધી આવ્યાં બાદ સમન્વિત કાર્યવાહીમાં સામેલ ન થવા માટે વિસ્તારમાં પાણી જમા થયું હોવાનું બહાનું બતાવ્યું હતું.
– જે બાદ BSFએ સૂર્યાસ્ત સુધી રાહ જોઈ અને જવાનના મૃતદેહને ચોકી સુધી લાવવા માટે જોખમી અભિયાન શરૂ કર્યું.
– BSFના અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનની સાથે ક્રુરતાની ઘટના સંભવતઃ પ્રથમ છે અને સરકાર, વિદેશ મંત્રાલય તેમજ DGMOને તેને અત્યંત ગંભીરતાથી લીધું છે. તેઓએ કહ્યું કે સમજવામાં આવે છે કે આ મુદ્દો પાકિસ્તાની સમકક્ષોની સામે પણ ઉઠાવવામાં આવશે.
– અધિકારીઓએ જણાવ્યું કે BSFના શોધખોળ દળને મંગળવારે સવારે મેદાનમાં ઉગેલી લાંબી ઘાસ કાપવા માટે વાડની આગળ જવું પડ્યું હતું.
– દળ પર પહેલી વખત સવારે 10 વાગ્યે લગભગ 40 મિનિટ સુધી ગોળી ચલાવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે BSFના જવાનને પહેલાં લાપતા જાહેર કરાયાં હતા. તેમના મૃતદેહની ભાળ મેળવવા માટે દિવસભર ભારતીય પક્ષ દ્વારા સરહદની બીજી બાજુ ફોન કરવાનો અને સંવાદનો આદાન પ્રદાન કરવાનું ચાલુ રહ્યું હતું.