પીએમ મોદીના યૌવનકાળની ફિલ્મ હશે‘મન બૈરાગી’

0
33

ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી પીએમ મોદીની જિંદગી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું પોસ્ટર મોદીજીના ૬૯મા જન્મદિને રિલીઝ કરવામાં આવ્યું.

તેનો લીડ એક્ટર કોણ હશે તેના માટે લોકોમાં બહુ ઉત્સુક્તા હતી, પણ હવે તે જાહેર થઇ ગયો છે. ‘મન બૈરાગી’ નામની આ ફ્લ્મિમાં પીએમ મોદીના યુવાની કાળને દેખાડવામાં આવશે.

મોદીનું પાત્ર અભય વર્મા નામનો કલાકાર નિભાવી રહ્યો છે. પીએમ મોદીની જિંદગી પર બની રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને અન્ય એક નિર્માતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.તેને લખી છે સંજય ત્રિપાઠીએ અને તે જ ડિરેક્ટ પણ કરશે. આ ફિલ્મમાં મોદીજીના રાજનૈતિક જીવનને નહીં દેખાડવામાં આવે. ફક્ત તે વાતો પર ફોકસ રાખવામાં આવશે જેના માટે મોદી બાળપણમાં સંન્યાસ લેવા તરફ વળ્યા હતા.ભણસાલી કહે છે, વાર્તામાં વૈશ્ર્વિક અપીલ છે, એક સંદેશો છે. તેનું રીસર્ચ પણ બહુ સારું થયું છે. આશા રાખું છું કે તમને મારી ફિલ્મ ગમશે.