પીએમ વેલ્ફેર સ્કીમના નામે કરતા હતા ઠગાઈ, 8ની ધરપકડ

0
160
ahmedabad-news/crime/crime-branch-arrested-8-con-caller
ahmedabad-news/crime/crime-branch-arrested-8-con-caller
OLYMPUS DIGITAL CAMERA

દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં નકલી કોલ સેન્ટર ચલાવતા 8 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપીઓ વિરુદ્ધ થયેલી એક ફરિયાદના આધારે તમામ ઠગની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેઓ પ્રધાનમંત્રી કલ્યાણ યોજનાના નામે ખોટા ફોન કરી લોકો પાસેથી પૈસા પડાવવાનું કરોડોનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે આરોપીઓ પ્રધાનમંત્રી કલ્યાણ યોજના અંતર્ગત લોન આપવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ મામલે વધુ શખ્સો પણ સંડોવાયેલા હોવાની આશંકાએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હીમાં તપાસ કરી રહી છે. નંદકિશોર સિન્હા નામના એક શખ્સે કરેલી ફરિયાદના આધારે 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.પિતાનો અકસ્માત થયા બાદ નંદકિશોર સિન્હાએ લોન લેવા માટે કેટલીક વેબસાઈટ ચેક કરી હતી. દરમિયાન સિન્હાને એક ફોર્મ મળ્યું હતું જેમાં નામ, ફોન નંબર સહિતની ડિટેલ માંગી હતી. ફોર્મ ભર્યાના થોડા દિવસ બાદ નંદકિશોર સિન્હાને એક ફોન કોલ આવ્યો હતો અને પ્રધાનમંત્રી કલ્યાણ યોજના અંતર્ગત લોન આપવાનો વાયદો કર્યો હતો.સિન્હા પાસેથી લોનની પ્રોસેસ કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ મંગાવી હતી અને ઈ-મેઈલ દ્વારા સિન્હાનો ફોટો મંગાવ્યો હતો. પ્રોસેસિંગ ફી, એડવાન્સ ઈન્સ્ટોલમેન્ટ અને લોન ટ્રાન્સફર ફી સહિતની ફી મળીને સિન્હા પાસેથી કુલ 1.39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લોન રિજેક્ટ થવા પર પણ 15600 રૂપિયા માંગવામા આવ્યા ત્યારે સિન્હાને ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ફેક કોલ સેન્ટર ચલાવતા 8ની ધરપકડ કરી લીધી છે જેમને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે.