પી.ટી. ઉષાને મળ્યો આઇએએએફનો વેટરન પિન અવૉર્ડ

0
31

દેશની નામાંકિત રનર પી.ટી. ઉષાને ઇન્ટરનૅશનલ અસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન (આઇએએએફ) પાસેથી પ્રતિષ્ઠિત વેટરન પિન અવૉર્ડ પ્રાપ્ત થયો છે. દોહામાં યોજાયેલી બાવનમી આઇએએએફ કૉન્ફરન્સમાં તેને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

અવૉર્ડ અંગે પી.ટી. ઉષાએ કહ્યું હતું કે ‘દોહામાં થયેલી બાવનમી આઇએએએફ કૉન્ફરન્સમાં મને વેટરન પિન અવૉર્ડથી સન્માનિત કરવા બદલ હું આઇએએએફના પ્રેસિડન્ટ સબેસ્ટિયન કૉનો દિલથી આભાર માનું છું. હું મારા દેશમાં ઍથ્લેટિક્સનું યોગદાન વધારવા માટે સતત મહેનત કરતી રહીશ.’

પય્યોલી એક્સપ્રેસનાં નામે ઓ‍ળખાતી પી.ટી. ઉષાને ૧૯૮૩માં અર્જુન અવૉર્ડ અને ૧૯૮૫માં પદ્‌મ શ્રી અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.