પૂરો દંડ લેવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર 25 રુપિયા દંડ લે’

0
291
civic-issues/traffic-police-can-charge-token-charge-on-violation
civic-issues/traffic-police-can-charge-token-charge-on-violation

લોકોની ટ્રાફિક સેન્સ સુધારવા માટે એક નવો જ રસ્તો અપનાવવામાં આવી શકે છે. ટ્રાફિકના નિયમ તોડવા પર દંડ પેટે માત્ર ટોકન ચાર્જ જ વસૂલવામાં આવી શકે છે. સ્ટેટ ટ્રાફિક બ્યુરોએ આ મામલે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત પોલીસ કમિશનરનો અભિપ્રાય માંગ્યો છે. ટ્રાફિકના નિયમો તોડતા લોકો પાસેથી અત્યારે 100થી 300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે અને અમુક કેસમાં 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.અમદાવાદના સિવિક ઈસ્યૂ એક્ટિવિસ્ટ ચન્દ્રવદન ધ્રુવે આ મામલે સીએમ વિજય રૂપાણઈને પત્ર લખીને ફુલ દંડ વસૂલવાને બદલે માત્ર 25 રૂપિયા જ દંડ વસૂલવા માટે સૂચન કર્યું હતું. સીએમ વિજય રૂપાણીએ સ્ટેટ ટ્રાફિક બ્યુરોને આ પત્ર ફોર્વર્ડ કરી આ મુદ્દે રાજ્યના ચારેય પોલીસ કમિશનર પાસેથી અભિપ્રાય મેળવવા કહ્યું છે. સ્ટેટ ટ્રાફિક બ્યુરોની અધિકારીએ કહ્યું કે, “સીએમ તરફથી પત્ર મળ્યો છે અને આ મામલે રાજ્યના ચારેય પોલીસ કમિશનર પાસેથી અભિપ્રાય મંગાવવામા આવ્યા છે.”સૂત્રોએ જણાવ્યું કે પોલીસ કમિશનર પાસેથી ઈનપુટ મળ્યા બાદ જે-તે નિર્ણય લઈ શકાય તે માટે રાજ્ય સરકારને રિપોર્ટ મોકલી દેવામાં આવશે. લો પ્રોફેશનલ સી.બી. ગોગરાએ કહ્યું કે જ્યારે કાયદો તોડવાની વાત આવે ત્યારે નમ્રતાનો સવાલ જ પેદા ન થવો જોઈએ. નિયમોનો ઉલ્લંઘન કરનારને કાયદાકીય રીતે સજા તો થવી જ જોઈએ, તેમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએઅમારા સહયોગી મિરર સાથે વાત કરતાં ધ્રુવે કહ્યું કે, “કાયદાનો કડક રીતે અમલ કરાવી શકાય તે માટે પોલીસ પાસે અસરકારક કોઈ પદ્ધથી ન હોવાથી અને રાજ્યમાં 13 લાખથી પણ વધુ ઈ-ચલણ પેન્ડિંગ હોવાનું જાણ્યા બાદ મેં ફેબ્રુઆરીમાં પત્ર લખ્યો હતો. ભૂલ ભરેલાં ઈ-ચલણ ઈસ્યૂ થયાં હોય અથવા તો ખોટા સરનામે ઈ-ચલણ પહોંચ્યાં હોય તેવા પણ કેટલાક કેસ સામે આવ્યા છે. લોકોને તેમની ભૂલ સુધારવાનો એક મોકો આપવો જોઈએ અને સરકારે પણ શહેરીજનો પ્રત્યે નમ્ર વલણ અપનાવવું જોઈએ.