પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈને 12 કરોડથી વધુ GST વસૂલવા મામલે નોટિસ ફટકારાઈ

0
40
SAU-RJK-HMU-LCL-city-survey-sent-a-more-then-12-crore-notice-to-ex-mla-indranil-rajyaguru-brother-gujarati-news
SAU-RJK-HMU-LCL-city-survey-sent-a-more-then-12-crore-notice-to-ex-mla-indranil-rajyaguru-brother-gujarati-news

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નાના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુને રૂ. 12 કરોડ 42 લાખ 16 હજાર 896 GST વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ સીટી

સર્વે વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી સમયે દિવ્યનીલ પર થયો હતો હુમલો

વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં ઝઘડો થતા દિવ્યનીલ ઉર્ફે દીપુ સંજયભાઈ રાજ્યગુરૂ ઉપર ટોળાએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. કોંગ્રેસનું બોર્ડ ઉતારી તોડફોડ કરવામાં આવતા દિવ્યનીલ તથા અન્ય કાર્યકરો ફરી બોર્ડ લગાવવા ગયા હતા, આ સમયે રાજુ ડાંગર સહિતની ટોળકીએ ઝઘડો કરી લાકડાના ધોકાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા