પેટાચૂંટણીઃ કૈરાના-નૂરપુરમાં ઘણી જગ્યા પર EVM ખરાબ, રાજકીય ગરમી વધી

0
1143
latest-news/india-news/bypoll-political-allegation-after-kairana-and-noorpur-byelections-evm-malfunctioned
latest-news/india-news/bypoll-political-allegation-after-kairana-and-noorpur-byelections-evm-malfunctioned

કૈરાના/કાનપુરઃ યુપીમાં કૈરાના લોકસભા બેઠક અને નૂરપુર વિધાનસભા બઠક સહિત દેશમાં કુલ 14 અલગ અલગ બેઠકો પર આજે સોમવારે પેટાચૂંટણી છે અને વોટિંગ શરુ છે. કૈરાનાની બેઠક રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ મહત્વની છે કેમ કે અહીં તમામ વિપક્ષ એક તરફ અને ભાજપ બીજી તરફ છે. આ બેઠકને જીતવા માટે તમામ પક્ષો જીતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે તેઓ નાનામાં નાની વાતનું ધ્યાનપૂર્વક નીરિક્ષણ કરી રહ્યા છે. એટલે જ કૈરાના અને નૂરપુરમાં અનેક પોલિંગ બુથ પર evmમાં ખરાબીની અહેવાલ સાથે જ તમામ વિપક્ષ સક્રિય થઈ ગયો છે. આ બાબતે RLDના ઉમેદવાર તબરસ્સુમ હસને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી છે.હસેને ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, ‘મુસ્લીમ અને દલીત બહુસંખ્યક વિસ્તારોમાં ખરાબ મશિનને બદલવામાં નથી આવી રહ્યા.’ તેમણે શામલી, કૈરાના અને નૂરપુરના લગભગ 175 પોલિગ સ્ટેશન પર EVM અને VVPAT મશિનમાં ખરાબી હોવાની ફરિયાદ નોંધાવી છે.’ તેમણે વધુ ગંભીર આરોપ મુકતા કહ્યું કે, ‘મને સતત ફરિયાદો મળી રહી છે. ભાજપે આશા જ નહીં કરી હોય કે રમઝાન મહિનામાં આટલી મોટી સંખ્યામાં મુસ્લીમ વોટ નાખવા જશે. શરુઆતથી જ આ તેમની રણનીતિ રહી હતી કે મુસ્લીમોને વોટિંગથી દૂર રાખવામાં આવે.’હસનના જણાવ્યા મુજબ દલિત, મુસ્લિમ અને જાટના ગઢ ગણાતા વિસ્તારોમાંથી સતત ફરિયાદ મળી રહી છે. તો બીજી તરફ સમાજવાદી પક્ષે કહ્યું કે, ભાજપ ગોરખપુર અને ફૂલપુરમાં હારનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. માટે જ તેઓ EVMમાં છેડછાડ કરી શકે છે. તો બીજીબાજુ ચૂંટણી પંચે આરોપો અંગે તપાસ શરુ કરી દીધી છે. ફરિયાદના આધારે કૈરાનામાં 312 જેટલા પોલિંગ બુથ પર EVM બદલી આપવામાં આવ્યા છે.ભાજપના ઉમેદવાર મૃગાંક સિંહએ કહ્યું કે, “હા, ઘણાં EVM ખરાબ થઈ ગયા છે. આવું બ્રેકડાઉન ગંભીર મામલો છે, ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ગઠબંધન ઉમેદવારે કહ્યું કે ષડ્યંત્ર હેઠળ EVM ખરાબ કરવામાં આવ્યા છે. જ્યાં-જ્યાં અમારા વધારે મત છે ત્યાં ઈવીએમ વધારે ખરાબ થયા છે. માટે ષડ્યંત્ર લાગી રહ્યું છે.”એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે. અખિલેશે લખ્યું છે કે, “શામલી, કૈરાના, ગંગોહ, નકુંડ, થાનાભવન અને નૂરપુરના લગભગ 175 પોલિંગ બુથોથી EVM-VVPAT મશીન ખરાબ થવાની ફરિયાદ તાત્કાલિક સાંભળવામાં આવે.” તેમણે આગળ લખ્યું છે કે, “પેટાચૂંટણીમાં ઠેર-ઠેર ઈવીએમ ખરાબ થવાની ખબરો આવી રહી છે, છતાં મતાધિકાર માટે જરુર આવો અને તમારું કર્તવ્ય નિભાવો.” આ સાથે અખિલેશે ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને નવયુવાનો તડકામાં ભૂખ્યા તરસ્યા રાહ જોઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.આ તરફ એસપીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે, “નૂરપુરમાં 140 ઈવીએમ મશીન ખરાબ થયાની ખબર આવી છે, કારણ કે તેની સાથે ગડબડ કરાઈ છે. આ તરફ કૈરાનામાંથી પણ ખબર આવી રહી છે. તે (ભાજપ) ફૂલપુર અને ગોરખપુરની હારનો બદલો લેવા માગે છે માટે કોઈ પણ કિંમતે અમને હરાવવા માગે છે.”કૈરાનાથી આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસને પણ ભાજપને મશીન ખરાબ થવાની જવાબદારી ગણાવીને કહ્યું, “દરેક જગ્યાએ મશીન સાથે ગડબડી થઈ રહી છે. મુસ્લિમ અને દલિત વસ્તીવાળા વિસ્તારમાં ખરાબ મશીનોને બદલવામાં નથી આવી રહ્યા. તેઓ (ભાજપ) વિચારે છે કે કોઈ પણ રીતે ચૂંટણી જીતી શકાય છે પણ આવું નથી હોતું.” આ સિવાય સમાજવાદી પાર્ટીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર બન્ને ક્ષેત્રોની બૂથ સંખ્યા જારી કરીને ચૂંટણીપંચને કાર્યવાહી કરવા અને મતદાન સુચારું રીતે કરાવવાની વિનંતિ કરી છે.