પેટ્રોલ કરતાં 10 ગણું મોંઘું પાણી પીવે છે સુરત કોર્પોરેશનના કર્મચારીઓ

0
523
south-gujarat/water-bottle-purchase-scam-in-smc
south-gujarat/water-bottle-purchase-scam-in-smc

સુરત મહાનગર પાલિકામાં ઊંચા ભાવે પાણી ખરીદવાનું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2016-17માં થયેલા ગોપી તળાવ ઉત્સવમાં પાણીની 250mlની બોટલ પાછળ 200 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો જ્યારે 20 લિટરની બોટલના 521 રૂપિયા લેખે ચૂકવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પાણીની કિંમત 100 ગણી ચૂકવવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે આજ રોજ નેશનલ નવ યુવા સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. જેમાં નવ યુવા સંગઠને આ ખુલાસા કર્યા હતા. નવ યુવા સંગઠનને મળેલી આરટીઆઇ માહિતી મુજબ સુરતના ગોપીતળાવ કળા ઉત્સવના નામે મનપાના અધિકારીઓએ પાણીના ભ્રષ્ટાચારનો ખેલ પાડ્યો છે.આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર 29 એપ્રિલ 2016માં ગોપી તળાવ ઉત્સવ દરમિયાન 250 ml મિનરલ વોટરની એક બોટલ દીઠ SMCએ 200 રૂપિયા ચૂકવ્યા છે. આવી 105 બોટલની ખરીદી કરી છે. બજારમાં આવી એક બોટલની કિંમત 5 રૂપિયા હોય છે. આજ બીલમાં 500 mlના મિનરલ પાણીની બોટલ માટે એક બોટલ 370 રૂપિયામાં 50 બોટલ ખરીદી છે. બીજું બિલ 13 મેં 2015નું છે. જેમાં પણ મનપાના અધિકારીઓએ 250ml મિનરલ વોટરની બોટલ માટે 150 રૂપિયા આપ્યા હતા. આમ કુલ 228 બોટલ ખરીદી હતી. આ બિલ કાર્યપાલક ઈંજેનર સેન્ટ્રલ ઝોનના નામે ફાડવામાં આવ્યું છે.દર વખતે એક જ એજન્સી પાસેથી મિનરલ વોટરની બોટલો ખરીદવામાં આવી છે. આટલું જ નહીં અધિકારીઓએ 20 લીટર મિનરલ પાણીના જાર માટે 551 રૂપિયા પ્રતિ જાર આપ્યા છે. જો સાધારણ રીતે કોઈપણ વ્યક્તિને 20થી 30 રૂપિયામાં મળી જાય છે.ગોપી કલા ઉત્સવમાં 19 લાખ રૂપિયાનો ખર્ચ અધિકારીઓ અને કર્મચારીઓને જમાડવાનો કર્યો છતાં અધિકારીઓ કંસાર હોટેલમાં જઈ 225ના હિસાબે 35 થાળી ટિફિનમાં મંગાવી હતી. આ બિલ પણ સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઈજનેરના નામે ફડાવ્યું હતું