પેરીસ ફેશન વિકમાં દીપિકા પાદુકોણનું જોવા મળ્યું ગ્લેમરસ લુક

0
32

અભિનેત્રી દીપિકા પાદુકોણ ઇન્ડીયન હોય અથવા વેસ્ટર્ન દરેક સ્ટાઈલ શાનદાર જોવા મળે છે. લુક્સની સાથે-સાથે ચાહકો તેમના ડિમ્પલ પર જ દીવાના થઈ જાય છે. દીપિકા પાદુકોણ ક્યારેય પણ પોતાના લુક્સથી કોઈને નિરાશ કરતી નથી.

તાજેતરમાં એક વખત ફરીથી દીપિકા પાદુકોણની કેટલીક તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરોમાં મિસેજ ભવનાનીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, દીપિકા પાદુકોણ આ દિવસોમાં ‘પેરીશ ફેશન વિક’ ૨૦૧૯ માં પોતાનો ઝ્લવો દેખાડી રહી છે.

દીપિકા પાદુકોણ અહીં લક્ઝરી બ્રાન્ડ ડીયોરના DiorSS20 ના શોના પ્રમોશન માટે આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન દીપિકા પાદુકોણનું લુક જોવાલાયક હતું. લુકની વાત કરીએ તો અભિનેત્રી સ્ટ્રેપલેસ બ્રાઉન કલરના ગાઉનમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

આ ગૌણ ફલોરલ પ્રિન્ટ કરી હતી. તેની સાથે તેમને મૈસી હેર સાથે તેના પર મેચિંગ હેરબેન્ડ પહેરી હતી. દીપિકા પાદુકોણે મલ્ટિલેયર ગોલ્ડન નેક્લ્સ પહેર્યો હતો. તેની સાથે તેમને Dior ના ક્લચ એક્સેસરાઈઝ પહેરી હતી. એક તસ્વીરમાં દીપિકા પાદુકોણે પોતાના લુકને બ્રાઉન કલરના કોટથી પૂરો કર્યો હતો. તેની સાથે મોટા આઈલાઈનર સાથે ન્યુડ લિપસ્ટિકમાં દીપિકા પાદુકોણ ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.

આ તસ્વીરોમાં દીપિકા પાદુકોણ ગ્લેમરસ જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના આ લુકને જોઇને તમે પણ તેમના દીવાન બની જશો. દીપિકા પાદુકોણ આ તસ્વીરોમાં સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો તેમની અ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ એસીડ સર્વાઈવર લક્ષ્‍મી અગ્રવાલની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘છપાક’ છે. તેમાં તેમની સાથે વિક્રાંત મૈસી છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલીઝ થશે. તેના સિવાય દીપિકા પાદુકોણ ફિલ્મ ‘૮૩’ માં જોવા મળશે, જેનું શુટિંગ તેમને તાજેતરમાં સમાપ્ત કર્યું છે. ફિલ્મમાં તે રણવીર સિંહની સાથે જોવા મળશે. લગ્ન બાદ આ કપલ પ્રથમ વખત એક સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મ આગામી વર્ષે ૧૦ એપ્રિલમાં રીલીઝ થશે.

જુઓ આગળ વધુ ફોટોસ…