‘પોતે બોલ્ડ પણ દીકરીને બનાવી જોકર’

0
3
એક તરફ હસીન જહાં પોતાની સ્ટાઇલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, તો બીજી તરફ પુત્રી આયરા શમીના ઓવર સાઇઝના ડ્રેસને કારણે ટ્રોલ થઈ રહી છે.
એક તરફ હસીન જહાં પોતાની સ્ટાઇલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, તો બીજી તરફ પુત્રી આયરા શમીના ઓવર સાઇઝના ડ્રેસને કારણે ટ્રોલ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વાર તે તસવીરો શેર કરતી હોય છે. હસીન જહાં તાજેતરમાં જ લગ્નના ઇવેન્ટના ફોટા શેર કર્યા છે, જેમાં તે બ્લ્યુ સાડીમાં જોવા મળી રહી છે અને તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પરંતુ સાથે જ તેની એક ભૂલના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.હસીન જહાંએ ઈંસ્ટાગ્રામ પર લગ્ન સમારંભના ફોટા શેર કર્યા છે, જેમાં તે તેની પુત્રી સાથે જોવા મળી રહી છે. ફોટામાં હસીન જહાં વાદળી રંગની સાડીમાં હોટનજરે પડે છે, જ્યારે તેની પુત્રીએ ફ્રોક પહેર્યું છે.એક તરફ હસીન જહાં પોતાની સ્ટાઇલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, તો બીજી તરફ પુત્રી આયરા શમીના ઓવર સાઇઝના ડ્રેસને કારણે ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે હસીન જહાંના ફોટો પર કોમેન્ટ કરી હતી કે, મેમ યે બેટી કો જોક્કર ક્યૂં બના દીયા હે..