પ્રભાસ એકશન સ્ટાર કેવી રીતે બન્યો?

0
17

ટૉલીવૂડ અને બૉલીવૂડનો હીરો પ્રભાસ છેલ્લે ‘સાહો’ ફિલ્મમાં દેખાયો હતો. સાઉથની સિનેમાનો તે સૌથી મોટા એકશન હીરોમાંનો એક કહેવાય છે.

૩૯ વર્ષનો આ હીરો તેના રફ-ટફ લૂક અને આખાબોલા સ્વભાવને કારણે લોકોનો માનીતો છે. તેના કેટલાક સમકાલીન હીરોની જેમ તેના ચાહકો આખા ભારતમાં છે, જેનાથી સાબિત થાય છે કે તેનામાં કેટલો સ્ટાર પાવર છે.

તાજેતરમાં પ્રભાસે કહ્યું હતું કે એક એકશન સ્ટાર તરીકેની સફળતાનું એક કારણ છે તેની ઊંચાઇ. મારી ઊંચાઇ મારા માટે લાભકર્તા છે.

મારી પ્રથમ ફિલ્મથી જ મને તે ફળી છે.

૧૭ વર્ષ પહેલા મારી પ્રથમ ફિલ્મના એકશન ડિરેક્ટરે ફક્ત બે જ એકશન સીન્સનું પ્લાનિંગ કર્યું હતું. મને ખબર ન હતી કે મારા પર તે સારા લાગશે કે નહીં.

પણ દરેકને તે મારા એકશન સીન્સ બહુ ગમ્યા અને ડિરેક્ટરે વધુ એવા સીન્સ મૂક્યા. તે પછી તેણે ટૉલીવૂડમાં ઘણી સફળ ફ્લ્મિો કરી.

૨૦૧૫માં તેણે ‘બાહુબલી’ ફિલ્મ કરી અને તેણે વૈશ્ર્વિક સ્તરે સફળતા મેળવી અને પછી ‘બાહુબલી ટુ’એ પણ હિન્દી ફ્લ્મિોમાં ઇતિહાસ રચ્યો. હાલમાં, પ્રભાસ ‘પ્રભાસ ૨૦’ ફિલ્મ કરી રહ્યો છે. તેમાં તેની સાથે પૂજા હેગડે છે. તેમાં પ્રભાસ શર્ટલેસ બન્યો છે. આ ફિલ્મ ૨૦૨૦માં રજૂ થવાની છે.