પ્રભાસ બનશે રાવણ

0
18

બૉલીવૂડની દમદાર ફિલ્મ ‘દંગલ’ અને ‘છિછોરે’ પછી હવે નિર્દેશક નિતેશ તિવારી ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ બનાવવાનીતૈયારીમાં છે. વાસ્તવમાં, નિતિશ તિવારી ‘રામાયણ’ પર ત્રણ હિસ્સામાં મેરેથોન ફિચર સિરિઝ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. ફિલ્મના કાસ્ટિંગ વિશે જબરજસ્ત વાતો ફેલાઇ રહી છે.

ખબર મુજબ રિતિક રોશન રામ અને દીપિકા પદુકોણ સીતાના રોલમાં કાસ્ટ થાય તેવી યોજના બની રહી છે. આ ઉપરાંત સાઉથના સુપરસ્ટાર પ્રભાસનો રાવણના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

એક ખબર મુજબ નિર્માતાઓએ ફિલ્મ માટે રૂ. ૬૦૦ કરોડનું બજેટ નક્કી કર્યું છે, જે ભારતીય ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી વધારે બજેટવાળી ફિલ્મ હશે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનાનિર્માતા મધુ મન્તેના છે.