પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

0
15

ગાંધીજી પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. વ્યક્તિગત તેમ જ સામૂહિક પ્રાર્થનાનું તેમના જીવનમાં અનેરું સ્થાન હતું. ગાંધીજી માનતા કે જેમ શરીરને ખોરાકની જરૂર હોય એમ આત્માને પ્રાર્થનારૂપી ખોરાકની જરૂર હોય. આપણે કેટલીક વાર ખોરાક વગર રહી શકીએ, પણ પ્રાર્થના વગર રહેવું એટલે યંત્રવત્ જીવવું.

આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પ્રાર્થના ફરજિયાત રહેતી. આંખ બંધ કરી ઈશ્વરને યાદ કરવાની અને જીવવાનું બળ આપવાની પ્રાર્થના આપણામાં ઊર્જાનું નિર્માણ કરતી. મોટા થયા પછી આપણને નિયમો સાથે જીવવું ગમતું નથી. જ્યારથી આપણને આપણી સ્વતંત્રતાનું ભાન થઈ જાય ત્યારથી આપણે નિયમો, સિદ્ધાંતો, મૂલ્યોને બાજુ પર મૂકી દઈએ છીએ. સ્વતંત્રતાની સાથે બંધનનું કોમ્બીનેશન ક્યાંય બંધબેસતું ન હોય ત્યારે આપણે આત્માની વાત સાંભળવાનું બંધ કરી દઈએ છીએ.