પ્રિયંકાને મિસ કરતાં નિક જોનસે જોઈ હતી મૅરી કૉમ

0
16

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું કે તેનો હઝબન્ડ નિક જોનસ જ્યારે પણ તેને મિસ કરે છે ત્યારે તે ‘મૅરી કૉમ’ જુએ છે.

પ્રિયંકા હાલમાં તેની ‘ધ સ્કાય ઇઝ પિંક’નાં પ્રમોશનમાં બિઝી છે. ૧૧ ઑક્ટોબરે રિલીઝ થનારી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળવાની છે.

નિક હાલમાં તેનાં જોનસ બ્રધર્સનાં કૉન્સર્ટમાં બિઝી છે. બન્ને પોતાના કામની વ્યસ્તતાને કારણે એક બીજાને સમય નથી આપી શકતાં.

Mandatory Credit: Photo by Chelsea Lauren/REX/Shutterstock (10222623cz) Priyanka Chopra Billboard Music Awards, Arrivals, MGM Grand Garden Arena, Las Vegas, USA – 01 May 2019

પ્રિયંકાને પૂછવામાં આવ્યુ હતું કે શું નિકે કદી પણ તેની ફિલ્મો જોઈ છે. એનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ખરેખર તો નહીં. જોકે એક દિવસ તેણે ‘મૅરી કૉમ’ જોઈ હતી. હું

ટ્રાવેલિંગ કરી રહી હતી. તેણે મને કૉલ કરીને કહ્યું હતું કે બૅબી. હું તને મિસ કરું છું. એથી હું તારી ફિલ્મ જોઈ રહ્યો છું. મને એ ખૂબ જ ગમ્યુ હતું. અમે બન્ને હાલમાં એક બીજાની પ્રોફેશનલ લાઇફને નજીકથી જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

તેને મળ્યા પહેલા મને જોનસ બ્રધર્સ અને તેનાં મ્યુઝીક વિશે માહિતી નહોતી. તે પણ મારા કામને જાણવાનો પ્રયાસ કરે છે. અમે એક બીજાની સાથે અનેક વસ્તુઓ શૅર કરીએ છીએ ઉદાહરણ તરીકે આ મારો પહેલો વિડિયો છે. આ એ ફિલ્મ છે જે મને નથી ગમતી. એવી ઘણી બાબતો અમે શૅર કરીએ છીએ.’

અમેરિકામાં ઘરનું ભોજન ખૂબ યાદ આવે છે પ્રિયંકાને

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું કે તે અમેરીકામાં હોય છે ત્યારે તેને ઘરનું ભોજન અને એનો સ્વાદ ખૂબ યાદ આવે છે.

તે જ્યારે પણ ભારત આવે છે તો પહેલા દેસી લંચ લે છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં બે ફ્લાઇટ્સ લઉં છું. એક ફ્લાઇટથી હું રાત્રે ૩ વાગે ઉતરું છું અને બીજી ફ્લાઇટમાંથી હું બપોરે ૧ વાગે ઉતરું છું. હું જ્યારે બીજી ફલાઇટ લઉં છું ત્યારે મારા લંચ વિશે ઘરે માહિતી આપુ છું. મારી મમ્મી ઘરના અમારા સ્ટાફને પૂરતી માહિતી આપી રાખે છે કે હું જ્યારે ઍરપોર્ટ પર ઉતરું તો જમવાનું તૈયાર થઈ જાય.

અમેરીકામાં મને મારું ફૅવરિટ અને ઘરનું ભોજન ખૂબ યાદ આવે છે. જોકે અમેરીકામાં બધી જગ્યાએ ઇન્ડિયન ફૂડ મળી રહે છે.

ન્યુ યૉર્કમાં અમારા શૅફને પણ ઇન્ડિયન ફૂડ બનાવતા આવડે છે. આમ છતાં મુંબઈનાં ઘરના જમવાની વાત જ નિરાળી છે. અહીંના તો ઘીમાં જ ખૂબ ફરક છે.’