પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાંખો, 1 રૂપિયો મળશે

0
119
hmedabad-news/other/gujarat-government-to-put-reverse-vending-machine-for-plastic-bottles-will-give-1-rs-to-users-
hmedabad-news/other/gujarat-government-to-put-reverse-vending-machine-for-plastic-bottles-will-give-1-rs-to-users-

પ્રદૂષણ આજે વિશ્વવ્યાપી સમસ્યા બની ગઈ છે. ત્યારે જે પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ હોય તેનું રિ-સાયકલિંગ કરી રાજ્યમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વખતે ‘બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ આધારિત પરિસંવાદને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવવામાં આવશે.સરકારના જણાવ્યા મુજબ, આ રિવર્સ વેન્ડિંગ મશીનોના કારણે રેગ-પીકર્સ (પ્લાસ્ટિકનો કચરો વીણનારા), ભિક્ષુકો અને સમાજના અતિ આર્થિક પછાત લોકોને આર્થિક આધાર મળશે. કેમકે હાલમાં આવી બોટલ માટે બોટલ દીઠ 30 પૈસા વળતર મળે છે. જેને વધારીને એક રૂપિયો કરવામાં આવશે. રિવર્સ વેન્ડિંગ મશીનમાં બોટલ્સ નાખનારાઓને પણ વળતર પેટે રૂપિયો મળશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક બોટલના રિસાયકલિંગની યોજના માટે ટેન્ડરિંગ-વહીવટી પ્રક્રિયા એક સપ્તાહમાં કરી દેવામાં આવશે.આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ 50 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ સદંતર બંધ થાય તે માટે ઉત્પાદકોને વિશ્વાસમાં લઈને હેતુસર તસસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવાના સંકેત આપ્યા હતા.એ જ રીતે અમદાવાદને એર-પોલ્યુશન મુક્ત બનાવવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિ બનવાઈ છે, જેને એક જ મહિનામાં અહેવાલ સુપરત કરવા અંગે કહેવાયું છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કિનારાને ક્રિસ્ટલ ક્લિયર બીચ તરીકે વિકસાવવામાં આવશે. પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું પાલન ન કરનારા સામે કડકાઈથી કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.રાજ્યભરમાં 5જૂનથી 11 જૂન સુધી પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વચ્છતા અભિયાન યોજાશે. રાજ્યની તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા મથકો સહિત 400 નગરો તથા તેની બે કિલોમીટરના વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં કચરો તો ઉપાડાશે જ પણ સાથોસાથ તે કચરો વરસાદી પાણી સાથે ભળીને ગટરો, નદી-નાળાઓને બ્લોક ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવશે. આ અભિયાનમાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ, રિયુઝ અને નિકાલ જેવી ત્રણ બાબતો પર ખાસ ફોકસ કરાશે.