ફેસબુક દ્વારા પ૮ કરોડ ફેક એકાઉન્ટને બંધ કરી દેવાયા

0
3
facebook account close crime
facebook account close crime

છેલ્લા ત્રણ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી : સમાજમાં હિંસા, સેકસ અથવા તો ત્રાસવાદી પ્રોપેગેન્ડા : અથવા તો હેટ સ્પીચને રોકવા માટે ફેક એકાઉન્ટ બંધદુનિયાની સૌથી મોટી સોશિયલ મિડિયા વેબસાઇટ ફેસબુકે આ વર્ષે વર્ષ ૨૦૧૮માં હજુ સુધી જોરદાર કાર્યવાહી કરીને આશરે ૫૮ કરોડ ૩૦ લાખ ફેક એકાઉન્ટસને બંધ કરી દીધા છે. હજુ આ કાર્યવાહી ચાલી રહી છે અને આંકડો વધુ ઉપર પહોંચી શકે છે. કંપનીની દલીલ છે કે તેના દ્વારા આ પગલા સમુદાયના ધારાધોરણને જાળવી રાખવા માટે ઉઠાવ્યા છે. કંપનીએ કહ્યુ છે કે સમાજમાં હિંસા, સેક્સ, અથવા તો ત્રાસવાદી પ્રોપેગેન્ડાને રોકવા તેમજ હેટ સ્પીચ પર અંકુશ મુકવા માટે આતમામ પગલા લેવામાં આવ્યા છે. કૈમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલા બાદ વિવાદોમાં આવેલી ફેસબુક કંપનીએ પણ હવે તેની ભાવિ યોજનાઓને ખુબ સાવધાનીપૂર્વક આગળ વધારી દેવાનો નિર્ણય કર્યો છે. ફેસબુકે કહ્યુ છે કે તેના દ્વારા દરરોજ ખુલનાર લાખો ફેક એકાઉન્ટને બંધ કરવા માટે અને તેના પર અંકુશ મુકવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. જો કે કંપનીએ કહ્યુ છે કે એટલા મોટા પગલા લેવામાં આવ્યા બાદ પણ તમામ એક્ટિવ એકાઉન્ટસ પૈકી ૩-૪ ટકા એકાઉન્ટ પ્રોફાઇલ ફેક છે. ફેસબુકે દાવો કર્યો છે કે તે આશરે ૧૦૦ ટકા સુધી સ્પેમની ઓળખ કરી શકે છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામા ંજ ૮૩૭ મિલિયન યુઝર્સ પોસ્ટ ડિલિટ કરી દીધા છે. આ ગાળા દરમિયાન ફેસબુકે પોતાના યુઝર્સની ત્રણ કરોડની એવી પોસ્ટ પર વોર્નિંગ જારી કરી છે જેમાં સેક્સ, હિંસા, ત્રાસવાદ અને હેટ સ્પીચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેસબુકે દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફતે એવા પોસ્ટની ઓળખ કરવામાં આવી રહી છે. વાધાજનક પોસ્ટ પર હવે નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધારે કઠોર પગલા લેવામાં આવી શકે છે.

facebook account close crime
facebook account close crime